- છેલ્લા 2 દિવસમાં સામે આવ્યા 14 કેસ
- પાંચ જિલ્લાઓમાં પોલીસના દરોડા
- દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે
ગેરકાયદે બાયોડિઝલ: રાજકોટ રેન્જમાં છેલ્લા 2 દિવસમાં 14 કેસ, દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે - બાયોડિઝલ રેડ
રાજ્યમાં ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ રોકવા માચે રાજ્યસરકારે કડક પગલાં લેવાનુ શરુ કર્યું છે. જેમા રાજકોટ રેન્જમાં છેલ્લા 2 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે.

રાજકોટ: ગુજરાતમાં ઠેર-ઠેર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ સામે આકરાં પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને રાજકોટ રેન્જમાં પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં રાજકોટ રેન્જના 160થી જેટલા સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 14 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. તેમજ રૂ. દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ પોલીસ દ્વારા માત્ર બે દિવસમાં જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો વેપાર કરતા ઇસમોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં પોલીસના દરોડા
રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના રાજકોટ રેન્જ આઇજી દ્વારા આપવામાં આવી હતી. જેને લઇને સૌરાષ્ટ્રના અલગ અલગ પાંચ જિલ્લાઓમાં 128થી વધુની ટીમ બનાવીને 160 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી ગત તારીખ 18 અને 19 એમ બે દિવસ કરવામાં આવી હતી. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને દ્વારકા એમ રાજકોટ રેન્જના કુલ પાંચ જેટલા જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ અધિકારીઓની ટીમ બનાવીને દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને ચકચાર મચી જવા પામી છે.
દોઢ કરોડથી વધુનો વધુનું ગેરકાયદેસર ડીઝલ કબ્જે
રાજકોટ રેન્જ દ્વારા કુલ 128 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. જેમાં પોલીસના અલગ અલગ વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમ દ્વારા રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન અંદાજીત રૂ.દોઢ કરોડથી વધુનો ગેરકાયદેસર બાયોડીઝલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે દરોડા દરમિયાન 14 જેટલા ગુના પણ નોંધવામાં આવ્યા હતા. તેમજ 17 ઇસમોની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
17 આરોપીઓની કરાઈ ધરપકડ
રાજકોટ રેન્જ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં ગેરકાયદેસર વેચાતા બાયોડીઝલના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં 14 જેટલા સ્થળો પર ગેરરીતિ ઝડપાતા કેસ કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા આ મામકે કુલ 17 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે આ કાર્યવાહીમાં કુલ રૂ. દોઢ કરોડથી વધુનો કબ્જે કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણ સામે રાજ્ય સરકાર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. જેને પગલે પોલીસ દ્વારા પણ વિસ્તારમાં ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતાં લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ રેન્જમાં હજુ પણ કાર્યવાહી શરૂ રહેશે: પીઆઇ
રાજકોટ રેન્જમાં બાયોડિઝલ અંગે કાર્યવાહી કરવામાં આવતા ઇટીવી દ્વારા આ મામલે રાજકોટ રેન્જ ઓફિસના પીઆઇ વિજય વાળા સાથે વાતચીત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે તારીખ 18 અને 19 એમ બે દિવસ દરોડા પાડવામાં આવ્યા હતા. જે મામલે કાર્યવાહી કરી છે. જ્યારે આ કામગીરી સત્તત શરૂ રહેશે. જ્યારે ગેરકાયદેસર બાયોડિઝલ મામલે પોલીસે માત્ર બે દિવસમાં રૂ. દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને 17 આરોપીઓને પકડી પાડ્યા છે. તેમજ આ મામલે હજુ વધુ કાર્યવાહી થઈ રહી છે.