રાજકોટ : શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ સામે આવી રહયા છે. ત્યારે લાગી રહ્યું છે કે, રાજકોટ પોલીસનો ખૌફ ઉઠી ગયો છે અને આવા ગુનેગારો બેફામ બની ગયા હોઈ તેવું સામે આવી રહ્યું છે. રાજકોટના ગાયત્રીનગર મેન રોડ ઉપર આવેલ શ્રીનાથ સાડી નામના શો રૂમમાં ગત રાત્રિના સમયે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયા હતા. આ મામલે પોલીસ CCTVના આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : રાજકોટમાંથી 3 બંગાળી કારીગરો 80 લાખનું સોનું લઈને ફરાર
2 લાખ 77હજાર જેટલી રકમની ઉઠાંતરી કરી
શ્રીનાથ સાડીના શો રૂમની બાજુમાં આવેલ સિઝન સ્ટોલમાં કામ કરતો ફેઝાન કાદરી નામના શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો. શો રૂમમાં કેશ કાઉન્ટરમાં પડેલા 2લાખ 61હજાર તેમજ ભગવાનના મંદિરમાં મુકેલા 16,000 જેટલા રૂપિયા મળીને કુલ 2 લાખ 77હજાર જેટલી રકમની ઉઠાંતરી કરી આરોપી નાસી ગયો હતો. દુકાનમાં લાગેલા CCTVમાં આ શખ્સ કેદ થઇ જતા આરોપીની ઓળખ થઇ ગઇ છે. રાજકોટ પોલિસ દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રાજકોટમાં સાડીના શો રુમમાં ચોરી આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં મોબાઇલ અને બાઇક ચોરી કરતી ત્રિપુટીની LCBએ કરી ધકપકડ