- કાલાવડ રોડ પર આ સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો
- નકલી લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો
- બીજો આરોપી પોલીસને જોઈને એસીડ પી ગયો હતો
રાજકોટ:રાજકોટમાં બેન્ક લોનના હપ્તા ભરવા માટે યુવાને રૂપિયા 30 લાખની લૂંટનું નાટક કર્યું હતું. જે મામલે ગઈકાલે સાંજના સમયે શહેરના કાલાવડ રોડ પર આ સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. સંજય ભીમાણી નામના શખ્સે આ નકલી લૂંટ (Robbery) નું નાટક પોતાના મિત્ર કેતન સાથે મળીને ઘડ્યું હતું, પરંતુ રાજકોટ પોલીસ (Rajkot police)એ ગણતરીની જ કલાકોમાં આ નકલી લૂંટનો બનાવ ઉકેલી નાખ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનાનો બીજો આરોપી પોલીસને જોઈને એસીડ પી ગયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બેંકના હપ્તા ચડી જતા લૂંટનું કર્યું નાટક
રાજકોટ શહેરના સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક ગઈકાલે બપોરના સમયે 2 શખ્સોએ રૂપિયા 30 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી. જે અંગેની જાણવા જોગ ફરિયાદ સંજય ભીમાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જોકે, આ સમગ્ર બનાવ અંગે જેમાં પોલીસને શંકા લાગતા પોલીસ દ્વારા સંજયની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. તે દરમિયાન આ લૂંટનો ભેદ ઉકેલાયો હતો. સંજય ભીમાણીએ લીધેલી લોનના હપ્તા ચડી જતાં આ સમગ્ર મામકે લૂંટનું નાટક કર્યું હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે ગુનો આ મામલે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
લૂંટના નાટકમાં પોતાના મિત્રનો સાથ મેળવ્યો