- રાજકોટ યુવતીનો મામલો
- આક્ષેપો વચ્ચે યુવતી જીંદગીની જંગ કરી
- ગત 8 મહિનાથી હતી બંધ
રાજકોટઃ રાજકોટમાં ગત 6 મહિનાથી બંધ યુવતીએ આજે મંગળવારે સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. યુવતીના મોતને લઈને સેવા સાથી ગ્રુપના સભ્યો અને તેના પરિવારના સભ્યો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી કરી હતી. જો કે, પરિવાર દ્વારા સાથી સેવા ગ્રુપના સભ્યો પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જ્યારે સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ દ્વારા પણ આ અંગે યુવતીના પરિવાર સામે પ્રશ્નો ઉભા કરાયા છે.
યુવતીનો પરિવાર સારવારના નામે પૈસા ઉઘરાવે છે- જલ્પા પટેલ
યુવતીનું આજે મંગળવારે મોત થતાં સાથી સેવા ગ્રુપની જલ્પા પટેલ પોતાની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. તેમજ અહીં તેણે યુવતીના પરિજનોના કારણે આ યુવતીનો જીવ ગયાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે યુવતીના પરિવારજનો દ્વારા પણ તેની સારવારના નામે કુટુંબના અન્ય સભ્યો પાસે નાણાં ઉઘરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેેખનીયછે કે, યુવતીને ગઈકાલે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેમજ આજે મંગળવારે તેનું સારવાર દરમિયાન મોત થયું છે.