ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં મહિલાનું ઓક્સિજન લેવલ ઘટ્યું, પ્રાણવાયુની રાહ જોવામાં પ્રાણપંખેરૂ ઉડી ગયું - gujarati news

શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન સહિતની વસ્તુઓ ન મળતા જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં એક 30 વર્ષીય મહિલાને ઓક્સિજન ન મળવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે, મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં ઓક્સિજનજન લેવલ ઘટતા તેણીએ જીવ ગુમાવ્યો છે.

કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં મહિલાનું ઓક્સિજન લેવલ ઘટ્યું, પ્રાણવાયુની રાહ જોવામાં પ્રાણપંખેરૂ ઉડી ગયું
કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં મહિલાનું ઓક્સિજન લેવલ ઘટ્યું, પ્રાણવાયુની રાહ જોવામાં પ્રાણપંખેરૂ ઉડી ગયું

By

Published : Apr 27, 2021, 7:48 PM IST

  • રાજકોટમાં 30 વર્ષીય પરિણિતાનું ઓક્સિજન ન મળતા મોત
  • મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, તેમ છતાં ઓક્સિજન ઘટ્યું
  • મોત બાદ બીજા દિવસે ઓક્સિજન મળ્યો, પણ કંઈ કામ ન લાગ્યું


રાજકોટઃ લક્ષ્મીનગર-1માં રહેતી સોનલ નામની ૩૦ વર્ષીય પરણીતા રાત્રે 11 વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ ફરજ પરના તબીબે આ મહિલાને મૃત જાહેર કરી હતી. મૃત્યુ પામનારી મહિલાને સંતાનમાં 4 વર્ષનો એક પુત્ર છે. જે માં વિહોણો થઇ ગયો છે. જ્યારે મહિલાના પતિ રાજેન્દ્રભાઇ નરસીભાઇ ચાવડા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જોકે, મહિલાના પતિએ જેમ તેમ કરી ઓકિસજનના એક બાટલાની વ્યવસ્થા કરી હતી, પરંતુ એક દિવસ અગાઉ બોટલમાં ઓકિસજન ખાલી થઇ ગયા બાદ બીજો બોટલ ભરાવવા માટે પરિવાર દ્વારા દોડધામ શરૂ કરવામાં હતી.

આ પણ વાંચો:કોરોનાને કારણે જેતલસર ગામના એક જ પરિવારના 4 સભ્યોના થયા મોત

ઓક્સિજનની રાહ જોતું રહ્યું પરિવાર

છેલ્લે આ પરિવાર શાપર વેરાવળ ખાતે ખાલી બાટલો લઇને ગયા હતાં. ત્યાં લાંબુ વેઇટીંગ હોવાથી ખાલી બાટલો લઇ લેવાયો હતો અને ઓક્સિજન ભરાઇ જશે ત્યારે ફોન કરશે તેમ કહેવાયું હતું. આથી આ બાટલો મુકીને પરિવારજનો પરત ઘરે આવી ગયા હતાં. પરિવારજનો ઓક્સિજન માટે ફોન આવવાની આશામાં સતત ફોનની રાહ જોઇ રહ્યા હતાં, પરંતુ ફોન આવ્યો ન હતો. અંતે રાત્રે 11 વાગ્યે મહિલાની સ્થિતિ વધુ નાજુક બનીતા તે બેશુદ્ધ થઇ ગઇ હતી. તેણીને તાત્કાલિક હોસ્પિટલે લઇ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.

આ પણ વાંચો:21 દિવસના સંઘર્ષ બાદ રાજકોટના 80 વર્ષિય વૃદ્ધાએ કોરોનાને આપી માત

રાત્રે મોત, સવારે ઓક્સિજન મળ્યો

રાત્રીના સમયે જ મહિલાનું ઓક્સિજન ન મળવાના કારણે મોત નિપજ્યું હતું. ત્યારે ઓક્સિજન માટે મંગળવારે સવારે 9 વાગ્યની આસપાસ ફોન આવ્યો હતો. ઓક્સિજનની વ્યવસ્થા ન થઇ શકવાને કારણે પત્ની ગુમાવનારો પતિ પણ આઘાતમાં સરી પડ્યો છે. જ્યારે આ મહિલાને એક 4 વર્ષનો પુત્ર પણ છે. રાજકોટમાં ઓક્સિજન ન મળવાથી મહિલાનું મોત થયા મૃતક મહિલાના પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details