- પુત્ર અને પુત્રી દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ફાયરબ્રિગેડ ટીમ પહોંચી એ પહેલાં લોકોએ આગ બુઝાવી નાખી
- આગમાં વર્ષાબા સરવૈયાનું ઘટના સ્થળે જ ભડથું થઈ જતા મોત થયું
રાજકોટઃ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્લોક નં. 605માં સાંજે આગ લાગતા રેલનગર ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. જોકે ફાયરબ્રિગેડ ટીમ પહોંચી એ પહેલાં લોકોએ આગ બુઝાવી નાખી હતી. આગમાં વર્ષાબા સરવૈયા ઉ.વ.32નું ઘટના સ્થળે જ ભડથું થઈ જતા મોત થયું હતું. તેમના પતિ યોગીરાજસિંહ જશવંતસિંહ સરવૈયા, પુત્ર અને પુત્રી દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:પીપરટોડામાં વન વિભાગની વાડીમાં પડેલી ઘાસમાં લાગી ભીષણ આગ