- રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
- પુત્રવધુએ પોતાની વૃદ્ધ સાસુ પર સળગતો પ્રાયમસ ફેંક્યો
- સાસુએ નોંધાવી પોલીસ ફરિયાદ
રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે બનાવમાં પુત્રવધુએ પોતાની વૃદ્ધ સાસુ પર ચાલુ પ્રાયમસ ફેંક્યો હતો. જેમાં 70 વર્ષિય વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચી હતી. આ સમગ્ર મામલે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ સાસુએ ફરિયાદ નોંધાવતા આરોપી પુત્રવધૂ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
- સાસુએ વિધવા પુત્રવધૂ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
ઘણાં ખરા કિસ્સામાં પુત્રવધુને હેરાન કરતી ફરિયાદો જોવા મળતી હોય છે, પરંતુ રાજકોટમાં કંઈક અલગ બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પત્રવધુ દ્વારા તેની સાસુ દેવુંબેન નાનજીભાઈ મકવાણા નામના 70 વર્ષિય વૃદ્ધા પર સળગતો પ્રાયમશ ફેંક્યો હતો. જેમાં વૃદ્ધાને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે સાસુએ વિધવા પુત્રવધૂ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વિધવા પુત્રવધૂએ વૃદ્ધ સાસુ પર સળગતો પ્રાયમસ ફેંક્યો - સળગતો પ્રાઈમસ ફેંકતા વૃદ્ધાના બન્ને હાથ દાઝી ગયા
વૃદ્ધાએ ફરિયાદમાં જણાયવ્યું કે, મારો નાનો દીકરો વસંત ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હતો. જેથી હું મારા નાના પુત્રની વિધવા અમૃતાબેન સાથે રહું છું, પરંતુ મારી નાની વિધવા પુત્રવધૂ સાથે મારે બનતું ન હોવાથી હું મારા મોટા પુત્ર શંકરને ત્યાં મનહરપુર ખાતે જતી રહી હતી. ત્યારે મારા મોટા પૂત્રના ઘરે આવીને ફરી એકવાર ઝગડો કરવા લાગી હતી. જેમાં અમૃતાએ ઉશ્કેરાઇ જઇ ચાલુ પ્રાઈમસ ઉપાડીને મારા પર ફેંક્યો હતો. જેમાં મારા બન્ને હાથ દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા મારો પુત્ર પણ દોડી આવ્યો હતો તેને આગ વધુ પડતી પ્રસરતી રોકી હતી. જેમાં પુત્રને પણ થોડી ઇજા થઇ હતી.