- કોરોનાનો કહેર યથાવત
- લોકેએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બૂટ-ચંપલ લાઇનમાં મૂક્યા
- રાત્રીના જ CT સ્કેન કરાવવા બૂટ-ચંપલ બહાર લાઇનમાં મૂકે છે
રાજકોટઃસમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગ્રામજનોનું અનોખું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું. કોરોના દર્દીને CT સ્કેન અને રિપોર્ટ કરવા માટે લાંબી કતારોમાં ઉભું રહેવું પડે છે અને અમુક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો અભાવવ જોવા મળતો હોય છે. જસદણમાં લોકો જાતે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યાં હતાં. લોકો રાત્રીના જ બૂટ-ચંપલની લાઈનો કરી દે છે. જસદણના હેત સીટી સ્કેનની બહાર બૂટ-ચંપલની લાઈનો જોવા મળી હતી. લોકોએ અનોખું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ પોરબંદરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં 10 દુકાન ત્રણ દિવસ માટે સિલ કરાઈ