ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો તિરંગો રાજકોટમાં સૌથી ઉંચા બિલ્ડિંગ પર લહેરાયો

સૌરાષ્ટ્રમાં આવેલી સૌથી ઊંચા બિલ્ડીંગ Tallest Building in Rajkot પર સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો તિરંગો Tallest Tricolour in Rajkot જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં આવેલ સિલ્વર હાઇટ્સ પર ફરકાવાયેલા રાષ્ટ્ર ધ્વજ 23 માળની બિલ્ડિંગ પર શાનથી લહેરાવાયો હતો. સ્વતંત્રતા દિવસ Independence Day સુધી તે અહીં જોવા મળશે.

By

Published : Aug 13, 2022, 6:42 PM IST

સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો તિરંગો રાજકોટમાં સૌથી ઉંચા બિલ્ડિંગ પર લહેરાયો
સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો તિરંગો રાજકોટમાં સૌથી ઉંચા બિલ્ડિંગ પર લહેરાયો

રાજકોટભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે આ વર્ષે ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવની Azadi ka Amrit Mahotsav દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આગામી 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના Independence Day આડે માત્ર ગણતરીની કલાકો બાકી છે. ત્યારે ભારત સરકારે 13થી 15 ઓગસ્ટ એમ ત્રણ દિવસ હર ઘર તિરંગા Har Ghar Tiranga અભિયાન ચલાવી રહી છે જેને લઈને રાજકોટની સૌથી ઉંચી Tallest Building in Rajkot 23 માળની બિલ્ડિંગ પર સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો Tallest Tricolour in Rajkot લહેરાવવામાં આવ્યો છે.

રાજકોટમાં જ આ તિરંગો બનાવવામાં આવ્યો છે અને એની પાછળ પાંચ દિવસનો સમય લાગ્યો છે

250 ફૂટ ઉંચો તિરંગો રાજકોટના નાના મવા ચોક પાસે રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રની સૌથી ઉંચી બિલ્ડિંગ સિલ્વર હાઇટ્સ Tallest Building in Rajkot આવેલી છે. જેમાં સોસાયટીના લોકોએ 250 ફૂટ ઉંચો અને 25 ફૂટ પહોળો તિરંગો લહેરાવ્યો છે જેમાં આ તિરંગો દૂરથી પણ નજરે પડી રહ્યો છે. આ વિશાળ Tallest Tricolor of Saurashtra તિરંગાને જોઇ લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. એક તરફ સૌથી ઉંચી બિલ્ડિંગ તો આકર્ષણનું કેન્દ્ર છે જ ત્યારે સૌથી ઊંચો તિરંગા Tallest Tricolour in Rajkot પણ આકર્ષણ જમાવ્યું છે.

આ પણ વાંચો PM મોદીના માતા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયાં

નાગરિકોને પ્રેરણા આપવાનો હેતુઆ સિલ્વર હાઇટ્સ બિલ્ડીંગ બનાવનાર મૂકેશ શેઠે જણાવ્યું હતું કે, આઝાદીને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભારત સરકારે હર ઘર તિરંગા Har Ghar Tiranga અભિયાન શરૂ કર્યું છે ત્યારે તેમની સોસાયટીની કમિટીને એવું લાગ્યું કે, આપણો સિલ્વર હાઇટ્સ પ્રોજેક્ટ છે તે સૌરાષ્ટ્રની આન બાન શાન છે આથી તિરંગાની આન બાન અને શાન જળવાઇ રહે તેના માટે લોકોએ 250 ફૂટ ઉંચો અને 25 ફૂટ પહોળો ટ્રાય કલરનો તિરંગો બનાવ્યો છે.જેને 8 ઓગસ્ટના રોજ સોસાયટીના બિલ્ડિંગ Tallest Building in Rajkot પર લગાવી દીધો છે જેને કારણે રાજકોટવાસીઓને 13, 14 અને 15 ઓગસ્ટ એમ ત્રણ દિવસ પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા પ્રેરણા મળે.

આ પણ વાંચો આ નગરપાલિકાએ સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવી PM મોદીને આપી ભેટ

1 લાખના ખર્ચે આયોજન મૂકેશ શેઠે વધુમાં જણાવ્યું હતું કે, અંદાજે 1 લાખના ખર્ચે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ આ તિરંગો બનાવવામાં આવ્યો છે અને એની પાછળ પાંચ દિવસનો સમય લાગ્યો છે. આ ઉપરાંત અમે કાળજી લીધી છે કે, પવનમાં કે બીજી કોઈ રીતે તિરંગાને નુકસાન ન પહોંચે. આ તિરંગો 15 ઓગસ્ટ સુધી રાખવાના છીએ અને 16મી ઓગસ્ટે તેને ફોલ્ડ કરી મૂકી દઇશું. આ સાથે સૌને નમ્ર વિનંતી કરી છે કે આપણા રાષ્ટ્ર પ્રત્યે જાગૃતિ આવે અને આપણા રાષ્ટ્ર ધ્વજનું બધામાં માન વધે તે માટે 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવે Har Ghar Tiranga તેવી મારી ઇચ્છા અને વિનંતી છે.

ABOUT THE AUTHOR

...view details