ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના આજી-1ની સપાટી 27.45 ફૂટ અને ભાદર-1ની સપાટી 30.20 ફૂટે પહોંચી

ગુજરાતમાં રવિવારથી વરસાદ સતત વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી આવક થઇ છે.

રાજકોટના આજી-1ની સપાટી 27.45 ફૂટ અને ભાદર-1ની સપાટી 30.20 ફૂટે પહોંચી
રાજકોટના આજી-1ની સપાટી 27.45 ફૂટ અને ભાદર-1ની સપાટી 30.20 ફૂટે પહોંચી

By

Published : Sep 14, 2021, 5:27 PM IST

  • ભાદર-1 ડેમમાં નવી જળરાશી સાથે વર્તમાન સપાટી 30.20 ફૂટે પહોંચી
  • આજી-1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 7.65 ફૂટનો વધારો
  • હજુ પણ વરસાદી પાણીની આવક ડેમોમાં શરૂ છે

રાજકોટ: રાજકોટ શહેરમાં અને આજુ-બાજુના ગામોમાં ગઇ રાત્રિથી વરસી રહેલા ભારે વરસાદના પરિણામે રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી એવી આવક થઈ છે. જેમાં રાજકોટમાં આજી, ન્યારી અને ભાદર ડેમોમાં નવા પાણીની આવક થતા આગામી દિવસોમાં રાજકોટવાસીઓએ પાણીની સમસ્યાનો સામનો હવે નહિ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ન્યારી-1 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો

બપોરે 1 વાગ્યાની સ્થિતિએ સામે આવી રહ્યું છે કે, 29 ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-1 ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી 27.45 ફૂટે પહોંચી છે. જ્યારે 25 ફૂટ ઊંડાઈ ધરાવતા ન્યારી-1 ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે તેમજ વર્તમાન જળસ્તર 25 ફૂટે પહોંચ્યું છે. આ ઉપરાંત 34 ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-1 ડેમમાં નવી જળરાશી સાથે વર્તમાન સપાટી 30.20 ફૂટે પહોંચી છે.

ભાદર-1 ડેમમાં 6.10 ફૂટનો વધારો

આજી-1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 7.65 ફૂટનો વધારો થયો છે. જ્યારે ન્યારી-1 ડેમમાં 7.71 ફૂટનો વધારો છે તેમજ ભાદર-1 ડેમમાં 6.10 ફૂટનો વધારો થયો હતો. આમ રાજકોટ શહેરને પાણી પૂરૂ પાડતા મુખ્ય ત્રણ ડેમોમાં 5થી 7 ફૂટની સપાટીનો વધારો નવા નિરથી થયો છે. જો કે, હાલ પણ આ વરસાદી પાણીની આવક ડેમોમાં શરૂ છે. જેને લઈને હજુ પણ તેની સપાટીમાં વધારો થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details