- રાજ્ય સરકારના બજેટને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યુ
- ETV ભારતે ઉદ્યોગકારો સાથે કરી ખાસ વાતચીત
- નાના અને મધ્યમ વર્ગના લોકોને પણ થશે લાભ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે રાજ્ય સરકારના બજેટને આવકાર્યુ - ગુજરાત ન્યૂઝ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યુ છે. ETV ભારતે આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે ખાસ વાતચીત કરી હતી.
રાજકોટ: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યનું પ્રથમ પેપરલેસ બજેટ આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સરકારના બજેટને આવકારવામાં આવ્યું હતું. જેને લઇને ETV ભારતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે બજેટ અંગેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. અત્રે મહત્વનું છે કે, મોટાભાગના ઉદ્યોગ કેન્દ્રના બજેટ ઉપર આધારિત હોય છે. પરંતુ, મધ્યમ અને નાના વર્ગના લોકો અને સાથે જ ખેડૂતોને પણ રાજ્ય સરકારના બજેટથી ખૂબ જ આર્થિક લાભ થશે તેવું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું.