- કલેકટરે અત્યાર સુધી થયેલી કામીગીરીની કરી સમીક્ષા
- નેશનલ હાઇ-વે પર ચાલી રહેલા સિક્સ લેઈન-વેનું કામ પ્રગતિ હેઠળ
- હાઇ-વે ઓથોરીટી અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
રાજકોટ: રાજકોટ- અમદાવાદ નેશનલ હાઇ-વે પર ચાલી રહેલા સિક્સ લેઈન-વેનું કામ પ્રગતિ હેઠળ છે. રાજકોટથી બામણબોર સુધીના 30.58 કિ.મી.ના રસ્તાનું કામ ડિસેમ્બર 2021 સુધીમાં પુર્ણ કરવા રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ સુચના આપી હતી. કલેકટરે નેશનલ હાઇ-વે ઓથોરીટી અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે સોમવારના રોજ છ માર્ગીય રસ્તાના પ્રોજેકટની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
આ પણ વાંચો: અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત 157 કામ પૂર્ણ, 518 કામ પ્રગતિ હેઠળ