ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે મરચાની આવકમાં વધારો થયો છે. અંદાજિત 4 હજાર જેટલા મરચાની આવક યાર્ડમાં થતા વેપારીઓ અને દલાલોમાં ખુશીનો માહોલ પણ સર્જાયો છે. ચાલુ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી રૂ. 3200 જેટલા ભાવ મળે છે, જેને લઈને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મરચાંના સારા ભાવ મળી રહ્યા હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી
રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી

By

Published : Jan 28, 2021, 1:21 PM IST

  • રાજકોટ યાર્ડમાં મરચાની આવકમાં થયો ધરખમ વધારો
  • આ વખતે મરચાનો રૂ.2200થી 3200 સુધીનો ભાવ મળ્યો
  • ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના સારા ભાવ મળી રહ્યા છે

રાજકોટઃ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે 4 હજાર બોરીઓ મરચાની આવક નોંધાઈ છે ત્યારે ખેડૂતોને પણ આ વર્ષે મરચાના સારા ભાવ મળી રહ્યા છે. ગયા વર્ષે રૂપિયા રૂ. 1800થી 2000માં મરચાં વેચાતા હતા, પરંતુ હાલ રૂ. 2200થી 3200 સુધી મરચાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આ વર્ષે સારા મરચા હોવાના કારણે ખેડૂતોને પણ પોતાના ઉત્પાદનના સારા ભાવ મળી રહ્યા છે. આને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં મરચાની આવકમાં થયો ધરખમ વધારો
અતિવૃષ્ટિના કારણે ઉત્પાદનમાં ઘટાડો

યાર્ડ ખાતે મરચા લઈને આવી પહોંચેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે મરચાના ઊત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ આજે ચાર હજાર જેટલા બોરીની આવક રાજકોટ યાર્ડમાં નોંધાઈ છે. જ્યારે યાર્ડ ખાતે પણ વ્યવસ્થા સારી હોય તેમ જ મરચા ગુણવત્તાને લઈને મરચાના ભાવમાં પણ સારા મળી રહ્યા છે. આને લઈને વેપારીઓ તેમજ ખેડૂતો બંને ખુશી અનુભવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details