ગુજરાત

gujarat

ETV Bharat / city

નિવૃત શિક્ષકનું ઉમદા કાર્ય, સરકાર તરફથી મળતી રકમ પીએમ ફંડમાં જમા કરાવી - કોરોનાની મહામારી

દેરડી કુંભાજીના નિવૃત શિક્ષક મોહનભાઈ બોરડે સરકાર તરફથી ખેડૂતોને મળતા રૂપિયા 6000નો ચેક પીએમ ફંડમાં અને રૂપિયા 6000નો ચેક મુખ્યપ્રધાન રાહતફંડમા આપ્યો હતો.

નિવૃત શિક્ષકનુ ઉમદા કાર્ય, સરકાર તરફથી મળતી રકમને પીએમ ફંડમાં જમા કરાવી
નિવૃત શિક્ષકનુ ઉમદા કાર્ય, સરકાર તરફથી મળતી રકમને પીએમ ફંડમાં જમા કરાવી

By

Published : Jun 7, 2020, 3:15 PM IST

રાજકોટઃ જિલ્લાના દેરડી કુંભાજીના નિવૃત શિક્ષક મોહનભાઈ બોરડે સરકાર તરફથી ખેડૂતોને મળતા રૂપિયા 6000 કોરોનાની મહામારીમા પરત સરકારને આપી પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતું. આ શિક્ષકે રૂપિયા 6000નો ચેક પીએમ કેર્સમાં અને રૂપિયા 6000નો ચેક મુખ્યપ્રધાન રાહતફંડમા આપ્યો હતો.

આ તકે આ બુઝુર્ગની દરીયાદીલી જોઈ તાલુકા વિકાસ અધિકારી ગોહીલ, મામલતદાર ચુડાસમા તથા તાલુકા PSI મેતા રુબરુ દેરડી કુંભાજી આવી આ બન્ને ચેક સ્વીકાર્યા હતા અને ખેડૂત મોહનભાઈ બોરડને અભિનંદન આપી તેમની દેશ પ્રત્યેની લાગણીને બીરદાવી હતી.

ગોંડલ તાલુકા ભાજપના ઉપ પ્રમુખ ચિરાગભાઈ ગોલ તથા સરપંચ શૈલેષભાઈ ખાતરા તેમજ સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઈ ગોલ અને ખુશ્બુ આઈસ્ક્રીમના માલિક હિંમતભાઇ પોંકિયા ઉપસ્થિત હતા.

ABOUT THE AUTHOR

...view details