ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભુપત બોદર તમામ ઉમેદવારોમાંથી સૌથી ધનિક - Tramba seet

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ત્યારે ત્રંબા બેઠક પર ભાજપમાંથી વિજેતા થયેલા ભૂપત બોદરને નવા પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. ભૂપત બોદર શહેર અને જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર છે. તેઓએ રોકડ રકમ, સોનાના દાગીના, જમીન સહિત કુલ 29 કરોડની સંપત્તિ પોતાના સોગંદનામામાં દર્શાવી હતી.

વા પ્રમુખ ભુપત બોદર
વા પ્રમુખ ભુપત બોદર

By

Published : Mar 18, 2021, 3:47 PM IST

Updated : Mar 18, 2021, 4:38 PM IST

  • રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભુપત બોદર
  • ભૂપત બોદર ત્રંબા બેઠક પર ભાજપમાંથી થયા હતા વિજેતા
  • તેમની પાસે રોકડ રકમ, સોનાના દાગીના, જમીન સહિત કુલ 29 કરોડની સંપત્તિ

રાજકોટઃ જિલ્લા પંચાયતની ચૂંટણીમા ત્રંબા બેઠક પર ભાજપમાંથી વિજેતા થયેલા ભૂપત બોદર શહેર અને જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર છે. તેઓએ રોકડ રકમ, સોનાના દાગીના, જમીન સહિત કુલ 29 કરોડની સંપત્તિ પોતાના સોગંદનામામાં દર્શાવી હતી. ભૂપત બોદરે પોતાના સોગંદનામાંમાં રજૂ કરેલી માહિતી મુજબ, તેઓ પાસે રોકડ રૂપિયા 6 લાખ છે. ભૂપત બોદર પાસે 70 લાખની કિંમતના વાહનો છે. તેઓ બાપા સીતારામ ફિલ્મ પણ બનાવી ચુક્યાં છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં જિલ્લા પંચાયતની બેઠકમાં પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી

રાજકોટ, ભરૂચ અને મુંબઈમાં મળી તેમની પાસે 15 જેટલી ખેતીની જમીન

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી ભૂપત બોદરને સોપંવામાં આવી છે. ભુપત બોદર પર હજુ સુધી એકપણ ફોજદારી ગુનો દાખલ થયો નથી. આ ઉપરાંત તેમની પાસે રાજકોટ, ભરૂચ અને મુંબઇમાં મળી 15 જેટલી ખેતીની જમીન છે. જ્યારે રાજકોટ અને અમદાવાદમાં મળી 14 જેટલી બિનખેતીની જમીન છે, જેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 5 જેટલી બેંકો પાસેથી લોન લીધી હોવાનું સોગંદનામાંમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેર અને જિલ્લાના નેતાઓ-આગેવાનો સાથે સારા સંબંધો

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરને સંતાનમાં બે બાળકો છે, જેમનાં નામ જેમિન બોદર અને શિવમ બોદર છે. તેઓ રાજકોટ શહેર અને જિલ્લાના નેતાઓ-આગેવાનો સાથે સારા સંબંધો ધરાવી રહ્યા છે. 2021ની સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં તેઓ પોતાના વિસ્તારમાંથી જંગી લીડથી ચૂંટાયા હતા, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની સરકાર બનતા પ્રમુખ તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.

Last Updated : Mar 18, 2021, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details