- રાજકોટ ઢેબર રોડ પર 150 કરોડના ખર્ચે બનાવાયું બસ પોર્ટ
- નવા બસ પોર્ટ તમામ રૂટ 29 જાન્યુઆરીથી કાર્યરત
- દરરોજ 85થી વધુ ટ્રીપો ઉપડશે
રાજકોટ : શહેરમાં આવેલા શાસ્ત્રી મેદાનના હંગામી એસટી ડેપોનું 29 જાન્યુઆરીથી સુધીમાં સંપૂર્ણ સ્થળાંતર ઢેબર રોડ પર આવેલા નવા એસટી બસ પોર્ટમાં કરી દેવામાં આવશે. જે કારણે હવે શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ 29 જાન્યુઆરીના રોજથી બંધ કરી દેવામાં આવશે. જ્યારે ઢેબર રોડ પર 150 કરોડના ખર્ચે બનાવાયેલા નવા બસ પોર્ટ તમામ કામ પૂર્ણ થઇ ચૂક્યું છે, ત્યારે 29 જાન્યુઆરીથી ઢેબર રોડ પર આવેલા બસ પોર્ટ સંપૂર્ણ કાર્યરત થઇ ગયું છે. નવા બસ પોર્ટના તમામ 22 પ્લેટફોર્મ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
ઢેબર રોડ પર 150 કરોડના ખર્ચે બનેલા નવા બસ પોર્ટ તમામ રૂટ કાર્યરાત રાજકોટથી હવે દરરોજ 85થી વધુ ટ્રીપ ઉપડશે
રાજકોટથી હવે દરરોજ 85થી વધુ ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. રાજકોટ આવતી અને જતી તમામ બસો નવા બસ પોર્ટ પર જશે અને તમામ બસો ત્યાંથી જ ઉપડશે. જ્યારે અત્યાર સુધી મોટા ભાગના ગ્રામ્યરૂટ શાસ્ત્રી મેદાનથી કાર્યરત હતા, તે હવે નવા બસ પોર્ટ કાર્યરત થશે. ત્યારે એસટી વિભાગ દ્વારા શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરશે.
નવા બસ પોર્ટના તમામ 22 પ્લેટફોર્મ કાર્યરત કરી દેવામાં આવ્યા કેબિનેટમાં ઠરાવ કરીને માધાપર પાસે નવા બસ સ્ટેન્ડ માટે જમીન ફાળવી
રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ પહેલા માધાપર પાસે નવા બસ સ્ટેન્ડની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે થોડા દિવસમાં જ માધાપર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેબિનેટમાં ઠરાવ કરીને માધાપર પાસે નવા બસ સ્ટેન્ડ માટે જમીન ફાળવવામાં આવી હતી.