રાજકોટઃ લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક જિલ્લા અને શહેરમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, જેને પગલે રાજકોટમાં પણ નાના દુકાનદારો અને ઉદ્યોગકારો હવે દુકાનો ખોલી શકે છે, પરંતુ આ દુકાનદારોને મનપા દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તે પ્રમાણે દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટમાં રવિવારે પણ દુકાનો ખોલવાની મનપા કમિશ્નરે આપી મંજૂરી - Municipal Commissioner
લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક જિલ્લા અને શહેરમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, જેને પગલે રાજકોટમાં પણ નાના દુકાનદારો અને ઉદ્યોગકારો હવે દુકાનો ખોલી શકે છે, પરંતુ આ દુકાનદારોને મનપા દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તે પ્રમાણે દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1 અને 2 નંબર પ્રમાણે દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. તેમજ મનપા કમિશ્નરે રવિવારે પણ દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1 અને 2 નંબરના સ્ટીકર દુકાનો બહાર લગાડવામાં આવ્યા છે, જેમા 1 નંબરના સ્ટીકર વાળી દુકાન એક દિવસ જ્યારે 2 નંબરના સ્ટીકર વાળી દુકાન બીજા દિવસે ખોલવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને શહેરમાં ટ્રાફિકનો માહોલ પણ ના સર્જાઈ અને દુકાનદારો પણ એક દિવસ દુકાન શરૂ એન એક દિવસ દુકાન બંધ રાખી એ પ્રમાણે વેપાર કરી શકશે. આ બધામાં શહેરમાં રવિવારે દુકાનો શરૂ રાખવી કે કેમ તે અંગે પણ મનપા કમિશ્નર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શહેરમાં પણ એકી બેકી સંખ્યા પ્રમાણે રવિવારે પણ દુકાનો ખોલી શકાશે. ત્યારે શહેરમાં હવે સામાન્ય જનજીવન ફરી પાછું ધબકતું થયું છે.