ગુજરાત

gujarat

ETV Bharat / city

જાણો રાજકોટનો કયો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો, ખુદ તેની માતાએ કર્યો ખુલાસો કે તેનો પુત્ર ડ્રગ્સ લે છે - Drugs in Rajkot

રાજકોટમાં અન્ડર 19 ક્રિકેટ રમી ચૂકેલો જાણીતો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો છે. તેવી અરજી પોલીસ સમક્ષ ખુદ ક્રિકેટરની માતાએ કરી છે. તેમજ રાજકોટમાં અન્ય પણ કોણ કોણ ડ્રગ્સ સાથે સંકળાયેલ છે તેમના નામ પણ આપ્યા છે. નામ આપતાની સાથે જ માફીઆઓના ધમકી ભર્યા કોલ પણ આવ્યા છે. હવે એ જોવાનું રહેશે કે પોલીસ આ ડ્રગ્સ માફીઆઓને પકડી શકે છે કેમ.

જાણો રાજકોટનો કયો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો, ખુદ તેની માતાએ કર્યો ખુલાસો કે તેનો પુત્ર ડ્રગ્સ લે છે
જાણો રાજકોટનો કયો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો, ખુદ તેની માતાએ કર્યો ખુલાસો કે તેનો પુત્ર ડ્રગ્સ લે છે

By

Published : Oct 22, 2021, 3:24 PM IST

  • અન્ડર 19 ક્રિકેટ રમી ચૂકેલો જાણીતો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો
  • રાજકોટમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા અને ડ્રગ્સ વેચતા લોકોના નામ આપ્યા
  • રાજકોટ પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

રાજકોટ : ડ્રગ્સના કાળા કારોબાર મામલે રાજકોટમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં અન્ડર 19 ક્રિકેટ રમી ચૂકેલા ક્રિકેટરની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર પણ ડ્રગ્સના રવાડે ચડ્યો છે અને તે હાલ ઘર છોડીને જતો રહ્યો છે. જ્યારે આ મામલે ક્રિકેટરની માતાએ પોલીસને અરજી પણ કરી હતી. તેમજ જે પણ લોકો આ ડ્રગ્સ સાથે સંકળાયેલા છે તે તમામ લોકોના નામ પણ આપ્યા હતા છતા પણ પોલીસ દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને ક્રિકેટરની માતાએ મીડિયાનો સહારો લઇ આ મામલો બહાર પાડ્યો હતો. જ્યારે આ સમગ્ર મામલો સામે આવતા રાજકોટ પોલીસ પણ હંગામી ધોરણે એક્શનમાં આવી હતી. તેમજ આ મહિલા દ્વારા જે પણ લોકોના નામ આપ્યા હતા તે તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જાણો રાજકોટનો કયો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો, ખુદ તેની માતાએ કર્યો ખુલાસો કે તેનો પુત્ર ડ્રગ્સ લે છે

પોલીસને ડ્રગ્સ માફિયાઓ અંગેની કરી અરજી

ક્રિકેટરની માતા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેને અરજી કરીને પોલીસને રાજકોટમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા અને ડ્રગ્સ વેચતા લોકોના નામ પણ આપ્યા છે. તેમ છતાં પણ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. જ્યારે તેનો પુત્ર રૂપિયા 2500 થી 3000 સુધીમાં ખરીદતો હતો. જ્યારે મહીલાએ પોલીસમાં અરજી કરી હોવાના કારણે તેને ડ્રગ્સ વેચનારા લોકોની વારંવાર ધમકીઓ પણ મળી રહી છે. હાલ મહીલાનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે અને ઘરેથી નાસી છૂટ્યો છે. તે હાલ ક્યાં છે તેની મહીલાને પણ ખબર નથી.

પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી

મહિલાએ સમગ્ર મામલે મીડિયા ચેનલોને ઈન્ટરવ્યૂ આપ્યું હતું ત્યાર બાદ રાજકોટ SOG એ તાત્કાલિક આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ મહિલાનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારે મહિલા દ્વારા ડ્રગ્સ સાથે સંકળાયેલા છે તે તમામના નામ રજૂ કર્યો. તે તમામના ઘરે પોલીસ દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા હતા. આ મામલે રાજકોટ પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે આ મહિલાનો પુત્ર જાણીતા ક્રિકેટરો સાથે અગાઉ અંડર 19માં પણ ક્રિકેટ રમી ચૂકયો છે.

આ પણ વાંચો :આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે બીજા દિવસે NCB ઓફિસ પહોંચી

આ પણ વાંચો : ચિંતાથી આશ્વાસન સુધીની સફર એટલે રસીકરણ અભિયાન : વડાપ્રધાન મોદી

ABOUT THE AUTHOR

...view details