- ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ઓવરફ્લો
- ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા
- ડેમના દરવાજા ખોલાયા છે ત્યારે નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ
રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમના 6 જેટલા દરવાજાઓ ડેમ ઓવરફ્લો થતા ખોલવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ભારે પ્રમાણમાં વરસાદ થતાં રાજકોટ જિલ્લાના જળાશયો પણ પાણીથી છલોછલ થયા છે.
નદી કાઠાંના ગામોને કરાયા એલર્ટ
હાલ મોજ ડેમમાં પાણીની આવક-જાવક 6351 ક્યુસેક જોવા મળી રહી છે તેમજ પાણીના પ્રવાહમાં, નદીના પટમાં ન જવા માટે તંત્ર તરફથી ખાસ સૂચન અપાયું છે. નદી કાંઠાના ઉપલેટા, મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખી જાળીયા, નવાપરા, સેવંત્રાં, વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.