- ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનની જરૂર
- રાજ્યભરની સંસ્થાઓ દ્વારા સારવાર માટે રૂપિયા એકઠા કરવામાં આવે
- સહકાર ગ્રુપ દ્વારા રૂપિયા 2 લાખનું દાન
રાજકોટ :ત્રણ મહિનાના ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનની જરૂરિયાત હોવાથી હાલ રાજ્યભરની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ધૈર્યરાજના સારવાર માટે રૂપિયા એકઠા કરવામાં આવી રહ્યા છે.
ડૉ. પ્રદીપ દવેએ લોકોને વધુમાં વધુ સહાય માટે કરી અપીલ આ પણ વાંચો : ગોધરામાં એક બાળકને તંદુરસ્ત જીવન જીવવા જોઈએ છે 22 કરોડ રૂપિયા
ડૉ. પ્રદીપ દવેએ લોકોને વધુમાં વધુ સહાય માટે અપીલ કરી
રાજકોટમાં સહકાર ગ્રુપ દ્વારા હાલ રસ્તા ઉપર વાહનચાલકો પાસેથી અલગ-અલગ વિસ્તાર દાન સ્વીકારવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના મેયર ડૉ. પ્રદીપ દવે પણ ધૈર્યરાજની સારવાર માટે રાજકોટવાસીઓ પાસેથી દાન એકઠું કર્યું હતું. આ બાળકને વધુમાં વધુ સહાય આપવાની લોકોને અપીલ કરી હતી.
ડૉ. પ્રદીપ દવેએ લોકોને વધુમાં વધુ સહાય માટે કરી અપીલ આ પણ વાંચો : SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા 3 માસના બાળકની સારવારમાં મદદ માટે મુખ્યપ્રધાનને પત્ર
સહકાર ગ્રુપ દ્વારા રૂપિયા 2 લાખનું દાન કરવામાં આવ્યું
રાજકોટના મેયર ડૉ. પ્રદીપ દવે દ્વારા ત્રણ મહિનાના ધૈર્યરાજની સારવારના ખર્ચને લઇને આજે રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં સહાય માંગવામાં આવી હતી. તેમજ આ બાળકની તાત્કાલિક સારવાર થાય વધુમાં વધુ રાજકોટવાસીઓ આ બાળક માટે દાન કરે તે માટે લોકોને પણ અપીલ કરી હતી. નોંધનીય છે કે, સહકાર ગ્રુપ દ્વારા ધૈર્યરાજની સારવાર માટે રૂપિયા 2 લાખનું દાન કરવામાં આવ્યું છે. આમ, રાજકોટની અલગ-અલગ સંસ્થાઓ પણ હવે ધૈર્યરાજ ની મદદ માટે આગળ આવી છે.
ડૉ. પ્રદીપ દવેએ લોકોને વધુમાં વધુ સહાય માટે કરી અપીલ