ગુજરાત

gujarat

ETV Bharat / city

સાંજના 7 કલાકે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂનો સમય રાતના 8થી સવારના 6 કલાક સુધીનો કરી દીધો છે. ગઇકાલે 7 એપ્રિલના રોજ રાજકોટમાં 8 કલાક બાદ ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને અનુસંધાને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સાંજના 7 કલાકે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

સાંજના 7 કલાકે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
સાંજના 7 કલાકે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

By

Published : Apr 8, 2021, 8:02 PM IST

  • પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું નિવેદન
  • રાત્રિના 8 થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ અમલી છે
  • ગઇકાલ 7 એપ્રિલે રાત્રીના 8 કલાક બાદ ટ્રાફિક જામ થયો હતો

રાજકોટઃકોરોના વાઇરસની મહામારી વધુ ફેલાતી અટકે અને લોકો સલામત રહે તેમાટે રાજ્યસરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેમા કોરોના વાઇરસની મહામારી ફેલાતી અટકાવવા માટે માર્ગદર્શીકા જાહરે કરવામાં આવી છે. જેનુ પાલન કરવાથી કોરોના વાઇરસનો ફલાવો અટકાવી શકાય છે. રાજકોટ શહેર પોલીસ જે પ્રજા માટે હંમેશા મદદ માટે તત્પર રહેલી છે, રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂનો સમય રાતના 8થી સવારના 6 કલાક સુધીનો કરી દીધો છે. ગઇકાલે 7 એપ્રિલના રોજ રાજકોટમાં 8 કલાક બાદ ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું નિવેદન

આ પણ વાંચોઃ કરફ્યૂની કડક અમલવારી કરાવવામાં આવશેઃ રાજકોટ પોલીસ કમિશનર

કરફ્યૂ બંદોબસ્ત, વિસ્તાર પેટ્રોલીંગ અને ટ્રફિક સમસ્યા દૂર કરવા 7 વાગ્યાથી અધીકારી અને જવાનો તૈનાત રહેશે

કોરોના વાઇરસની મહામારી અટકાવવા જાહરે કરેલી માર્ગદર્શીકાનું પાલન કરાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામા આવી રહી છે. જે ફરજ દરમિયાન પોલીસ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારની સતત મુલાકાત કરવામાં આવશે તેમજ કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે કરફ્યૂ બંદોબસ્ત, વિસ્તાર પેટ્રોલીંગ અને ટ્રફિક સમસ્યા દૂર કરવા 7 વાગ્યાથી અધીકારી અને જવાનો તૈનાત રહેશે.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ કમિશનરે શહેરીજનોને દિવાળી નિમિત્તે સાવચેતી રાખવા કરી અપીલ

ગઇકાલ 7 એપ્રિલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજ ગુરુવારથી સાંજના 7 વાગ્યે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે, જેથી લોકોને ટ્રાફિકની મુશ્કેલી ના પડે. લોકો આસાનીથી નીકળી શકે. ગઇકાલે આઠ કલાક બાદ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ શહેરના 3,000 પોલીસ અધિકારીઓ અને જવાનો કોરોના સંક્રમણ અટકાવવા પ્રયત્નમાં લાગી ગયા છે, સ્વયં સેવકોને પણ કામે લગાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details