- રાજકોટમાં સિંહ ત્રીપુટીના આંટાફેરા વધ્યા
- સિંહના આટાફેરાને લઇને લોકોમાં ભય
- ગીરની ટીમે ત્રીપુટીનું કર્યું રેસ્ક્યૂ
રાજકોટઃ શહેરની પાદરમાં સિંહના આટા ફેરા વધ્યા હોવાથી વન વિભાગમાં દોડધામ મચી છે. આજી ડેમના આસપાસના વિસ્તારમાં વાડી-ફાર્મ હાઉસ ધરાવનારા લોકોમાં પણ સિંહોને લઈને ડર ઉભો થયો છે, ત્યારે ગત દોઢેક મહિનાથી 2 માદા અને એક 1 સિંહના આ પંથકમાં આંટાફેરા વધી ગયા છે. જેના અવારનવાર વીડિયો પણ સામે આવી રહ્યા છે.