રાજકોટવિશ્વભરમાં કોટન પ્રિન્ટિંગ માટે રાજકોટ જિલ્લાનું જેતપુર (Cotton printing in rajkot) પ્રખ્યાત છે. સાથે સાથે આ ઉદ્યોગો દ્વારા થતું પાણીનું પ્રદૂષણ (water pollution problems) પણ એટલું જ પ્રખ્યાત છે. જોકે, હવે જેતપુરમાં પાણીનું પ્રદૂષણ ભૂતકાળ બને તેવા દિવસો નજીક આવી રહ્યા છે. જેતપુરના પાણી પ્રદૂષણનું મુખ્ય કારણ કોસ્ટિક હોય છે, જેથી જેતપૂરના ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ (printing industry rajkot city) દ્વારા દેશનો સૌથી મોટો કોસ્ટિક રિકવરી અને રિયૂઝનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ (largest pure water treatment plant in rajkot) રાજકોટના જેતપુર ખાતે બનાવવામાં આવી રહ્યો છે.
ટૂંક સમયમાં થશે ફાયદોજેતપુરમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ કોસ્ટિક રિકવરી અને રિયૂઝ પ્લાન્ટમાં (largest pure water treatment plant in rajkot) રોજના અંદાજે 14 લાખ લિટર પાણીને ફિલ્ટર કરીને શુદ્ધિકરણ કરવાની સાથે સાથે કોસ્ટિક પણ રિકવર કરશે, જેથી આ રિકવરી અહીંયાના યૂનિટ ચાલતા યૂનિટધારકોને પણ આર્થિક ફાયદો કરાવશે અને સાથે તેઓને નજીકમાં જ કાસ્ટિંગ મળી જશે.
શુદ્ધ પાણી છૂટું કરવાનો પ્લાન્ટ આ કોસ્ટિકનો ઉપયોગ પ્રિન્ટિંગ ઉદ્યોગ (jetpur dyeing and printing association) અને ખાસ કરીને કપડાંના પ્રોસેસમાં કોસ્ટિકનો મોટો ઉપયોગ થાય છે અને તે જ પાણીને પ્રદુષિત કરે છે. ત્યારે આ ઉદ્યોગમાંથી નીકળતા પાણીમાંથી કોસ્ટિક કાઢી નાખવામાં આવે તો જેતપુરમાં થતા પાણીના પ્રદૂષણની તમામ સમસ્યાનો હલ એક જ જટકે આવી જશે, જેથી જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા રોજના 15 લાખ લિટરના કોસ્ટિક યુક્ત પાણીને ફિલ્ટર કરી તેમાંથી કોસ્ટિક અને શુદ્ધ પાણી બંને છૂટું કરવાનો પ્લાન્ટ (largest pure water treatment plant in rajkot) બનાવવામાં આવી રહ્યો છે.
પ્રદૂષણની સમસ્યાનો ઉકેલવાની સાથે કોસ્ટિક ફરી રિયુઝ થશેજેતપુર ડાઈંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન (jetpur dyeing and printing association) દ્વારા બનાવેલ આ કોસ્ટિક રિકવરી પ્લાન્ટમાં ફિલ્ટર થતા પાણીના કુલ 4 થી 7 ટકા જેટલું કોસ્ટિક છૂટું પાડવામાં આવશે અને બાકીનું શુદ્ધ ડિસ્ટીલ પાણી બનશે ત્યારે અહીં મળેલ પાણીનો ફરી ઉપયોગ કરવામાં આવશે અને સાથે સાથે જે કોસ્ટિક ફરી મળશે. તેનો પણ ફરીથી ઉપયોગ થશે તેવી પણ વિગતો સામે આવી છે, જેથી આ પ્લાન્ટથી જેતપુરના પ્રદૂષણની સમસ્યા (water pollution problems) ઉકેલવા સાથે સાથે કોસ્ટિક ફરી મળતા તેનો રીયુઝ કરી શકાશે.
ખેડૂતોની કલર વાળા પાણીની સમસ્યા થશે દૂરદેશના સૌથી મોટા કોસ્ટિક રિકવરી અને રિયુઝ પ્લાન્ટ (largest pure water treatment plant in rajkot) જેતપુરમાં બની રહ્યો છે, જેમનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ત્યારે સામૂહિક રીતે કપડાંના પ્રોસેસ હાઉસના કોસ્ટિકયુક્ત લાખો પાણીનું રોજ ફિલ્ટરેશન કરીને કોસ્ટિક પાણી છૂટું પાડવામાં આવશે, આના કારણે ખેડૂતોને પણ જે રીતે કલરવાળા પાણીની સમસ્યાઓ (water pollution problems) હતી તે દૂર થશે.
પ્રતિદિન 11 લાખ રૂપિયાના ખર્ચ સામે 14 લાખ રૂપિયાની આવકઆ પ્લાન્ટમાં પાણીને (largest pure water treatment plant in rajkot) વિવિધ સ્તરે પસાર કરી અને ગરમ કર્યા બાદ તેની વરાળ બનાવી ફિલ્ટર કરવાની તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે આ પ્લાન્ટમાં રોજનો અંદાજિત ખર્ચ 11 લાખ રૂપિયા જેટલો રહેશે ત્યારે આ પ્રોસેસ કરીને થયેલ આવક અંદાજીત 14 લાખ જેટલી રહેશે તેવી પણ વિગતો સામે આવી છે.