- પૂર્વ સીએમ વિજય રુપાણી હોમટાઉન પહોંચ્યાં
- પરિવાર અને સમર્થકોએ ભવ્ય સ્વાગત કર્યું
- જવાબદારી પૂર્ણ કરી હોવાનો આનંદ વ્યક્ત કરતાં રુપાણી
રાજકોટ: પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી મુખ્યપ્રધાન પદની જવાબદારી છોડ્યાં બાદ પ્રથમ વખત જ રાજકોટ આવ્યાં છે અને તેઓ શુક્રવારે અલગ અલગ કાર્યક્રમમાં રાજકોટમાં હાજરી આપવાના છે. ત્યારે તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
હળવાશ અને જવાબદારીમાંથી મુક્ત થયાનો આનંદ અનુભવું છું: રૂપાણી
રાજકોટ ખાતે આવેલા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે મેં મારા મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને નવા પ્રધાન મંડળને શપથ પણ લેવડાવી દીધાં છે. જ્યારે હવે હું ખૂબ જ હળવાશ અને જવાબદારીમાંથી મુક્ત થયાનો આનંદ અનુભવું છું. હવે આગામી દિવસોમાં ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતના વિવિધ વિકાસના કામો તેજ ગતિ પકડે તેવો હું વિશ્વાસ રાખુ છું. જ્યારે ભાજપ દ્વારા વખત નવી થીયરી અપનાવવામાં આવી છે જેમાં નો રિપીટ એટલે એકવાર પ્રધાન બન્યા બાદ તેમણે ફરી રિપીટ નહિ કરવાની પરંપરા યથાવત રહેશે તેવો મને વિશ્વાસ છે.
રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી
પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી શુક્રવારે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે રાજકોટમાં વિવિધ વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ, વેક્સીનેશન માટેના મેગા કેમ્પ સહિતના કાર્યક્રમ યોજાનાર છે. તે કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમજ તેમના સમર્થકોને પણ મળશે. સીએમ પદ છોડ્યા બાદ ચર્ચાઓ પણ વહેતી થઈ છે કે હવે રૂપાણીને આગામી દિવસોમાં કઈ જવાબદારી સોંપવામાં આવશે.
આ પણ વાંચોઃ PM Modi 71st birthday: ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે
જવાબદારીમાંથી મુક્ત થઈને આવ્યો તેનો આનંદ: વિજય રૂપાણી - વિજય રુપાણી
રાજ્યના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ આજે મોડી રાતે પૂર્વ મુખ્યપ્રધાન એવા વિજય રૂપાણી પોતાના હોમટાઉન એવા રાજકોટ ખાતે આવી પહોચ્યાં હતાં. જ્યાં તેમનું સમર્થકો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે આવેલા રૂપાણીના ઘરે મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયાં હતાં અને તેમને મળ્યા હતાં તેમજ રૂપાણીના ખબરઅંતર પૂછ્યાં હતાં.
જવાબદારીમાંથી મુક્ત થઈને આવ્યો તેનો આનંદ: વિજય રૂપાણી
આ પણ વાંચોઃ હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ: પીએમ મોદી