- રાજકોટની મહિલા પાયલોટે કોરોના વેક્સિનનો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડ્યો
- નિધી અઢિયાએ રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું મેળવ્યું છે
- મહિલા પાયલોટે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું નામ કર્યું રોશન
રાજકોટની પ્રથમ મહિલા પાયલોટે કોરોના વેક્સિનનો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડ્યો - Women pilot Nidhi Adhiya
રાજકોટ દેશના અલગ-અલગ રાજ્યોમાં મંગળવારે કોરોના વેક્સિનનો જથ્થો પહોચાડવામાં આવ્યો છે. ત્યારે રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું બિરુદ મેળવનારી નિધી અઢીયા નામની યુવતીએ પુનાથી હૈદરાબાદ ખાતે વિમાન દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો છે.
![રાજકોટની પ્રથમ મહિલા પાયલોટે કોરોના વેક્સિનનો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડ્યો મહિલા પાયલોટ નિધી અઢીયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10217246-933-10217246-1610456014428.jpg)
મહિલા પાયલોટ નિધી અઢીયા
રાજકોટઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં મંગળવારે કોરોના વેક્સિનનો જથ્થો પહોચાડવામાં આવ્યો છે. ત્યારે આ કોરોના વેક્સિન પહોંચાડવામાં પણ રાજકોટની મહિલા પાયલોટનો મહત્વનો રોલ સામે આવ્યો છે. રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું બિરુદ મેળવનારી નિધી અઢિયા નામની યુવતીએ પુનાથી હૈદરાબાદ ખાતે વિમાન દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો છે. કોરોના વેક્સિનનો જથ્થો દેશના અલગ-અલગ રાજ્યોમાં પહોંચાડવામાં રાજકોટની યુવતીનું નામ ચર્ચામાં આવતા રાજકોટવાસીઓ પણ ગૌરવ અનુભવી રહ્યાં છે.