- રાજકોટ જિલ્લામાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો ગુનો નોંધાયો
- ચાર શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
- ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો
રાજકોટ : જિલ્લાના વીરપુર ખાતે જિલ્લાનો પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ આ નવો કાયદો લાગુ કર્યા બાદ રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત આ કાયદા હેઠળ ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ નામના 3 ભાઈઓ અને ધીરુભાઈ ગમારા નામના શખ્સનો સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
ચાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો
જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લામાં પ્રથમ ગુનો દાખલ કરાયો છે. જેમાં રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ નામના 3 ભાઈઓ અને ધીરુભાઈ ગમારા નામનો આરોપી જે ગોંડલ નગર પાલિકામાં કોન્ટ્રાકટ આધારિત નોકરી કરે છે, તેનો સમાવેશ થાય છે. આ ચાર આરોપીઓ પૈકી નરેશ સિંધવ નિખિલ દોંગાનો સાગરીત હોવાનું સામે આવ્યું છે.