- રાજકોટ હૈદરાબાદની પ્રથમ ફ્લાઈટનું રાજકોટમાં આગમન
- પ્રથમ વખત હૈદરાબાદથી રાજકોટ આવી ફ્લાઇટ
- આગામી સમયમાં બેંગ્લૂરુથી પણ ફ્લાઈટ શરુ થશે એરપોર્ટ ઓથોરિટી દ્વારા રનવે પર વોટર કેનનથી આ ફ્લાઈટનું સ્વાગત કરવામાં આવ્યું હતું
રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટમાં અત્યાર સુધી માત્ર મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ વધુ પ્રમાણમાં મળતી હતી, પરંતુ આજે હૈદરાબાદની ફ્લાઇટ શરૂ થઈ છે. આગામી દિવસોમાં બેંગ્લુરુથી પણ ફ્લાઇટ શરૂ થવાની છે. આજે રાજકોટ એરપોર્ટ ઉપર હૈદરાબાદથી પહેલી ફ્લાઇટ આવતાં પ્રવાસીઓ સાથે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાજકોટ એરપોર્ટ ખાતેથી 11 જેટલી અલગ અલગ ફ્લાઇટ દિવસ દરમિયાન શરૂ થનાર છે. જેને લઇને એરપોર્ટ ખાતે પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે રાજકોટથી હૈદરાબાદ માટેની ફ્લાઇટ આજથી શરૂ થતાં જ પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.