રાજકોટઃ રાજકોટ જિલ્લામાં રવિવારે કોરોના વાઈરસ નવા વોરિયન્ટ એવા ઓમિક્રોન વાઈરસનો પ્રથમ કેસ (first case of omicron virus rajkot) નોંધાયો હતો. જે મામલે રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુએ (Rajkot Collector Arun Mahesh Babu) જણાવ્યું હતું કે, ઓમિક્રોન પોઝિટિવ યુવાનને હાલ રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) દાખલ કરવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ યુવાનને શંકાસ્પદ ઓમિક્રોન ત્રણ દિવસ પહેલાં જ આવ્યો હતો. જ્યારે તેને ઓમિક્રોનના લક્ષણ જોવા મળતા રાજકોટમાં આ યુવાનનું સેમ્પલ લઈને ઓમિક્રોનનો રિપોર્ટ કરવા માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવતા તેમાં ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો: Omicron Cases Gujarat: અમદાવાદ શહેરમાં ઓમિક્રોના 3 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 13 પર પહોંચ્યો