- રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો
- દરરોજ 30થી 40 દર્દીઓના કોરોનાથી થઈ રહ્યા છે મોત
- દર્દીઓના અગ્નિ સંસ્કાર બાદ પરિવારજનો અસ્થિ લેવા માટે પણ નથી આવી રહ્યા
રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાથી દર્દીઓના મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાથી મૃત્યુ પામેલા આ દર્દીઓના શહેરના અલગ-અલગ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, પરંતું કોરોનાના ડરના દર્દીના પરિવારજનો તેમના અસ્થિ લેવા માટે પણ નથી આવી રહ્યા.
રામનાથપરા સ્મશાન ગૃહમાં 1 હજાર કરતા વધુ અસ્થિઓ પડી છે
રાજકોટનું મુખ્ય સ્મશાન રામનાથપરા સ્મશાન ગૃહમાં છેલ્લા ત્રણ મહિનામાં 1 હજાર કરતા વધુ અલગ-અલગ મૃતકોના અગ્નિ સંસ્કાર બાદ તેમના અસ્થિ એકઠા થયા છે. જે અંગે સ્મશાન સંચાલક શ્યામ પાનખાણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી કોરોના સંક્રમણના ભયના કારણે અહીં પોતાના સ્વજનોનું અગ્નિ સંસ્કારની વિધિ કરાવ્યા બાદ તેમના અસ્થિ લેવામાં પણ તેઓ ડરી રહ્યા છે. હાલ સ્મશાનમાં 1 હજાર કરતા વધુ મૃતકોની અંતિમવિધિ બાદ તેમના અસ્થિઓ તેમના પરિવારજનો લેવા માટે આવ્યા નથી.