જેતપુર શહેરમાં આવેલી ઘનશ્યામ પાન નામની દુકાન ધરાવતા જીતુભાઇ ચૌવટીયા તથા દૂધ ડેરી વાળા સંજયભાઇ ભરવાડ પાસે બે ઇસમોએ 10 રૂપિયાની સામગ્રી માટે રૂપિયા 100ના દરની ચલણી નોટ આપી ખરીદી કરી હતી. જેમાં દુકાનદારને નકલી નોટ હોવાની આશંકા થતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ: જેતપુરમાં નકલી નોટના કારોબારનો થયો પર્દાફાશ - નકલી નોટ બનાવનાર
જેતપુર: શહેરમાં આવેલ ઘનશ્યામ પાન નામની દુકાનમાં બે શખ્સે 100 રૂપિયાની નોટ આપીને પરચુરણ માલ સામાનની ખરીદી કરી હતી. જેથી દુકાનદારને નોટ શંકાસ્પદ લાગતા તેમણે નોટ વ્યવસ્થિત તપાસી હતી. જેમાં દુકાનદારને નોટ નકલી હોવાનો ખ્યાલ આવતા તેમણે પોલીસને આ અંગે માહિતી આપી હતી. જેને લઇ પોલીસે નકલી નોટના કારોબારનો પર્દાફાશ કર્યો હતો.
જેતપુરમાં નકલી નોટના કારોબારનો પર્દાફાશ થયો
પોલીસે ફરિયાદના આધારે આરોપી મહમદ સીરાજ અબ્દુલ હમીદ ધડા અને અમીનમીયાં કાદરી સૈયદની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 100ના દરની કુલ 14 નોટ, 500ના દરની 2 નોટ અને 200ના દરની 1 નોટ સહિત પ્રીન્ટર તથા કાગળને જપ્ત કર્યાં છે.