ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સ્વયંભૂ લોકડાઉન પાડશે

સુરતમાં વધતા જતા સંક્રમણને લઈને સુરતમાં ફરી એક વખત કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોસ્ટા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે, 17 અને 18 એપ્રિલ એટલે કે શનિ અને રવિવારના રોજ તમામ ટેક્સટાઈલ માર્કેટો બંધ રહેશે.

સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સ્વયંભુ લોકડાઉન પાડશે
સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સ્વયંભુ લોકડાઉન પાડશે

By

Published : Apr 17, 2021, 12:43 PM IST

Updated : Apr 17, 2021, 2:25 PM IST

  • શનિ અને રવિવારના રોજ તમામ ટેક્સટાઈલ માર્કેટો બંધ રહેશે
  • સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા નિર્ણય
  • સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનતા શિસ્ત નામના કાર્યક્રમની જાહેરાત

સુરત: કોરોનાનું સંક્રમણ વધતા હવે લોકો જાણે સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં તમામ ટેક્સટાઈલ માર્કેટોમાં આગામી 17 અને 18 એપ્રિલ એટલે કે શનિ અને રવિવારના રોજ તમામ ટેકસટાઈલ માર્કેટો બંધ રહેશે. આ ઉપરાંત મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહિત સુરતના તમામ હીરાબજાર બંધ રાખીને, કામકાજથી અળગા રહીને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સુરત ચેમ્બર ઓફ કોમર્સે પણ લોકોને જનતા શિસ્ત નામના કાર્યક્રમની જાહેરાત કરીને સ્વયંભુ લોકડાઉન પાળવા અપીલ કરી છે.

કાપડ માર્કેટો શનિ અને રવિવારે બંધ રહેશે

સુરતમાં વધતા જતા સંક્રમણને લઈને સુરતમાં ફરી એક વખત કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોસ્ટા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે, 17 અને 18 એપ્રિલ એટલે કે શનિ અને રવિવારના રોજ તમામ ટેકસટાઈલ માર્કેટો બંધ રહેશે. ફોસ્ટા દ્વારા વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ સંક્રમણ ન વધે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત સુરતમાં તમામ કાપડ માર્કેટો બંધ રહેશે.

આ પણ વાંચો:ગોમટા ગામમાં કોરોનાના 25 કેસ નોંધાતા સ્વયંભૂ લોકડાઉન

હીરા બજારો પણ બંધ રહેશે

સુરતમાં હીરા અને ટેક્સટાઈલ એમ બે મોટા ઉધોગો છે. અને સુરત આ બે ઉદ્યોગોને લઈને દેશભરમાં જાણીતું છે. ત્યારે સુરતમાં હીરા બજાર પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ જણાવ્યું કે, સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના તમામ સભ્યો શનિ અને રવિવારના રોજ કામથી અળગા રહી ઘરે જ રહેશે અને સેલ્ફ લોકડાઉનનું પાલન કરશે. સાથે જ તેઓએ લોકોને પણ આવી રીતે સેલ્ફ લોકડાઉન પાળવા અપીલ કરી હતી. મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સ્વયંભુ લોકડાઉન પાડશે
ચેમ્બર ઓફ કોર્મેસ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ શનિવારે સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી. આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે.

આ પણ વાંચો:કોરોનાને પગલે હિંમતનગરમાં 4 વાગ્યા બાદ સ્થાનિક લોકોનું સ્વયંભુ લોકડાઉન

2021 પછી પરિસ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય

આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 30 એપ્રિલ 2021 સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે 30 એપ્રિલ 2021 પછી પરિસ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવો. સાથે-સાથે જનતા સ્વયં શિસ્તનો આ કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય તે માટે વહિવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઈએ. ઉપસ્થિત તમામ એસોસિએશનો દ્વારા આ સ્વયંભૂ બંધ- જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

Last Updated : Apr 17, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details