રાજકોટ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં બે દિવસથી ગુમ મન્સુરભાઈ ખોજા વેપારીનો મૃતદેહ ફુલઝર ડેમ માંથી મળી આવ્યો હતો. મૃતક વેપારી મન્સુર ભાઈ ઘરેથી કોઈને કહ્યા વગર જ નીકળી જતાં પરિવારના સભ્યોએ શોધખોળ ચાલુ કરી હતી.તેમજ ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપલેટાના પાનેલીના વેપારીનો મૃતદેહ ફુલઝર ડેમમાંથી મળી આવ્યો - Paneli trader
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં બે દિવસથી ગુમ ખોજા વેપારીનો મૃતદેહ ફુલઝર ડેમ માંથી મળી આવ્યો હતો.વેપારીએ અગમ્ય કારણોસર મોતને વહાલું કરવાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે.
ગુજરાતી સમાચાર
પોલીસે તપાસ કરતાં તળાવ રોડ પર આવેલી હાર્ડવેરની દુકાનના સીસીટીવી ફુટેજમાં મૃતક સાંજના 5:00 વાગ્યે ડેમના રસ્તે જતા જોવા મળ્યા હતા. ડેમ તરફ શોધખોળ કરતા વેપારીનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો. માનસિક બીમારીથી તેમજ અગમ્ય કારણોસર મોતને વહાલું કરવાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે.