રાજકોટઃ રાજ્યમાં ફરી એક વખત સરકારી ભરતીમાં ગેરરીતિનો કિસ્સો સામે (Allegation of irregularities in forest guard exam) આવ્યો છે. રાજકોટની ઉડાન સ્કૂલમાંવન સંરક્ષણ પરીક્ષા લેવામાં આવી રહી હતી. પરીક્ષાનો સમય બપોરે 12 વાગ્યાથી શરૂ થયો હતો. પરીક્ષા શરૂ થાય તે પહેલા મહિલા નિરીક્ષક પ્રશ્નપત્રોનું પેકેટ લઈને (Forest guard exam controversy) આવ્યા હતા. તેણે બધાને પેપરની સ્ટેમ્પ બતાવી અને બે વિદ્યાર્થીઓની સહીઓ માંગી, પરંતુ વિદ્યાર્થીઓએ સીલબંધ પેકેટની નીચે સેલોટેપ જોતા જ તેમણે તેમા સહી ન કરી. આ અંગે મહિલા ઉમેદવારે અનેક આક્ષેપો (Allegation of irregularities in forest guard exam) કર્યા છે.
પેકેટના સીલમાં કાપો હતો -રવિવાર વનરક્ષકની ભરતીની પરીક્ષામાં પેપર ફૂટવા બાબતે ઉમેદવાર ગીતાબેન માલીએ (Forest guard exam controversy) જણાવ્યું હતું કે, મહિલા સુપરવાઈઝર પેપરનું પેકેટ લઈને આવ્યા હતા. તે સમયે પેકેટમાં જ્યાં સીલ લગાવેલું હતું. તેની સામેના જ ભાગમાં કાપો લગાવેલો હતો અને તેના પર સેલો ટેપ હતી. મે જોયું તો તે કાપો બ્લેડ જેવા સાધનથી લગાવ્યો હોય તેવું લાગતું હતું. તેમાંથી પેપર સરળતાથી નીકળી શકે તેમ લાગતું હતું. જોકે, મેં અને મારી આગળ બેઠેલા ઉમેદવારે (Allegation of irregularities in forest guard exam) આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.
અધિકારીએ તૂટેલા સીલનો ફોટો પાડ્યો હતો -ઉમેદવારે વધુમાં (Allegation of irregularities in forest guard exam) જણાવ્યું હતું કે, આ ઘટના અંગે અમે તકેદારી અધિકારી ડો. આર. ડી. પરમારને જણાવ્યું હતું. અમે તેમને તેમના મોબાઈલમાં ફોટો પાડવાનું કહ્યું હતું. તેઓ આ ફોટો મને મોકલશે તેવું કહ્યું હતું. જોકે, અધિકારીએ અમને ફોટો મોકલ્યો નહતો. તેમણે એક કાગળ પરનું પેકેટ ખૂલ્લું હોવા અંગેની એક અરજી મારી અને એક ઉમેદવાર હરેશ સોલંકી પાસે સહી સાથે કરાવી હતી.