- રાવકી નદીમાં વરસાદી પાણીના કારણે ઘોડાપૂર આવ્યું
- રાજકોટની રાવકી નદીમાં કાર પુરમાં તણાઈ
- બે મહિલાઓને બચાવાઈ, કાર સવારનું મોત
રાજકોટઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે બપોર બાદ ભારે વરસાદ જોવા મળ્યો હતો. ભારે વરસાદને લઇને લોધિકા ગામ ખાતે આવેલી રાવકી નદીમાં વરસાદી પાણીના કારણે ઘોડાપૂર આવ્યું હતું. લોધિકા ગામમાં આવેલા બેઠા પુલ પણ વરસાદી પાણી ફરી વળતાં પરથી પાણીનો ભારે પ્રવાહ અહીંથી વહી રહ્યો હતો. એવામાં એક કાર આ પુલ પરથી પસાર થતા તે નદીના પ્રવાહમાં તણાઈ હતી. જેમાં ત્રણ લોકો સવાર હતા. આ ઘટનામાં કાર ચાલકનું મોત થયું હતું, જ્યારે બે મહિલાઓને ગ્રામજનો દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. લોધિકા ગામના યુવાનો દ્વારા કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. તેમજ બે મહિલાઓની સહી સલામત રીતે બચાવવામાં આવી હતી. કાર ચાલક આ ઘટનામાં બચી શક્યો નહોતો.
ગ્રામજનોએ બે મહિલાને બચાવી, કાર ચાલકનું મોત
કાર તણાઈ હોવાની જાણ ગ્રામજનોને થતા તે ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને ત્રણ જેટલા યુવાનોએ નદીમાં ઝંપલાવ્યું હતું તેમજ આ કારમાં ડૂબતા લોકોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું, પરંતુ બે મહિલાઓને ગ્રામજનો દ્વારા બચાવવામાં આવી હતી. જોકે નદીના પાણીમાં કાર ચાલકનું ડૂબી જવાના કારણે મોત થતાં વિસ્તારમાં પણ હાહાકાર મચી ગયો છે.
આ પણ વાંચો : નડિયાદ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, 3ના મોત, 5ઇજાગ્રસ્ત