- રાજકોટમાં લગ્નમાં જવા બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ
- પત્નીના ભાઈઓએ ભેગા મળી તેના બનેવીની હત્યા કરી
- પતિ વારંવાર શંકા કરતો હોવાનો પત્નીનો આક્ષેપ
રાજકોટઃ મૃતકની પત્ની મીરાએ જણાવ્યું હતું કે, તે બપોરે હુડકો શાંતિ નગર ચોકડીએ ભાઈની દીકરીની સગાઈમાં ગઈ હતી. તે અંગે પતિપત્ની વચ્ચે ઝઘડો થયો હતો. હત્યાનો ભોગ બનનારા સલીમ અજમેરીએ 8 વર્ષ પહેલા દેવીપૂજક યુવતી મીરા સાથે લગ્ન કર્યા હતા. જોકે, મૃતક પતિ વારંવાર તેની પત્ની પર શંકા રાખતો હતો. આના કારણે મીરાના ભાઈઓએ આવીને સલીમ પર હુમલો કર્યો હતો. સલીમ પર હુમલો કરવા માટે 15 લોકો આવ્યા હતા. તમામ લોકોએ સલીમ પર હુમલો કર્યો હતો.