- ભાદર-1 ડેમ સિંચાઈ અને પીવાના પાણીનો સ્ત્રોત
- ડેમની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા 6648 MCFT
- હાલ 1429 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ
રાજકોટઃ હાલ વરસાદ ખેંચાયો છે છતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર-1 ડેમમાં ઓગસ્ટ મહિનાના અંત સુધી ચાલે તેટલું પાણી અકબંધ છે. સામાન્ય રીતે મોસમના વરસાદની શરૂઆત 15 જુનથી ગણાય છે. આ વર્ષે વહેલા ચોમાસાની આગાહીઓ વચ્ચે પણ વરસાદ ખેંચાયો છે. તેવા સંજોગોમાં જેતપુરની જીવાદોરી સમાન અને રાજકોટનો પાણીનો સ્ત્રોત એવા ભાદર-1 ડેમમાં હાલ ઓગસ્ટ મહિનાના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહ કરવાની ક્ષમતા 6648 MCFT
ભાદર-1 ડેમની ઊંડાઈનું લેવલ 34 ફૂટ છે. ભાદર ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહ કરવાની ક્ષમતા 6648 MCFT છે, ત્યારે હાલ 1429 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે ડેમમાંથી ખેતીને સિંચાઈ માટે દસ પાણ આપવામાં આવેલા હતા. જેમાં 6 પાણ રવિ પાક માટે, 2 પાણ ઉનાળુ પાક માટે અને 2 પાણ કોરવાણ માટે આપવામાં આવેલ હતા.