- સમગ્ર દેશમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- રાજકોટમા કરાઈ ઉજવણી
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હાજરી
રાજકોટમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતમાં કરાઈ
રાજકોટઃ આજે દેશમાં 72મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ ખાતે આવેલી ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પર્વની ઉજવણી શરૂ કરાવી હતી. આ ઉજવણી દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ વડા સહિત ભાજપના ધારાસભ્યો અને સ્વતંત્ર્ય સેનાનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ દરમિયાન ભૂપેન્દ્રસિંહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમનો શરૂઆત કરાવી હતી. ત્યારબાદ પોલીસ પરેડ અને ગ્રાઉન્ડ ખાતે 20 મિનિટનો સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કોરોનાની ગ્રાઈડલાઈન મુજબ યોજવામાં આવ્યો હતો.
100થી વધુ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા
રાજકોટ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ દરમિયાન કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં કામ કરનારા 100 કરતાં વધુ વિવિધ ક્ષેત્રના કર્મચારીઓને શિક્ષણ પ્રધાન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે રાજય કક્ષાની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવતા હતા.