ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 2466 મકાનો ભયજનક, મનપા દ્વારા કરાઈ કાર્યવાહી

રાજકોટ મનપા દ્વારા દર વર્ષે ચોમાસા અગાઉ સર્વે કરવામાં આવે છે. શહેરમાં ચોમાસા દરમિયાન પડી જાય એવા જર્જરિત મકાનોને નોટિસો પાઠવામાં આવે છે. ત્યારે ચાલું વર્ષે રાજકોટ શહેરમાં અંદાજીત 2466 મકાનો એવા છે જે મોતનો માચડો બનીને ઊભા છે.

કેટલાક મકાનો મનપા દ્વારા ખાલી કરવામાં આવ્યા, ડીમોલેશન ચાલું કરાયું
કેટલાક મકાનો મનપા દ્વારા ખાલી કરવામાં આવ્યા, ડીમોલેશન ચાલું કરાયું

By

Published : Sep 6, 2021, 5:47 PM IST

  • રાજકોટમાં જર્જરિત મકાનો સર્જી શકે છે મોટી દુર્ઘટના
  • કોર્પોરેશન દ્વારા આવા મકાનોને નોટિસ ફટકારવામાં આવી
  • દર વર્ષે ફટકારવામાં આવે છે નોટિસ, ડીમોલેશન ચાલું કરાયું

રાજકોટ: રાજકોટ મનપા દ્વારા દર વર્ષે ચોમાસા અગાઉ સર્વે કરવામાં આવે છે. શહેરમાં ચોમાસા દરમિયાન પડી જાય એવા જર્જરિત મકાનોને નોટિસો પાઠવામાં આવે છે. ત્યારે ચાલું વર્ષે રાજકોટ શહેરમાં અંદાજીત 2466 મકાનો એવા છે જે મોતનો માચડો બનીને ઊભા છે. દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે મહાપાલિકા દ્વારા મકાન ધારકોને મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવે છે, પરંતુ ત્યારબાદ આ મામલે કોઇ નક્કર કાર્યવાહી થતી નથી, જેથી જર્જરિત ઇમારતો ભવિષ્યમાં જીવલેણ દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

શહેરમાં કુલ 2,466 જેટલા મકાનો જર્જરિત

તાત્કાલિક જર્જરિત મકાનો ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી

રાજકોટ શહેરમાં કુલ ત્રણ ઝોન આવે છે, જ્યારે આ શહેરના ત્રણે ઝોન વિસ્તારમાં આવેલી અંદાજિત 2,466 બિલ્ડિંગ કે જેમાં ચોમાસામાં મોટી અને જીવલેણ દુર્ઘટના સર્જાઇ શકે છે તેને કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ મકાનોમાં કેટલાક મકાનો મનપા દ્વારા ખાલી કરવામાં આવ્યા છે અને ત્યાં ડીમોલેશન ચાલું કરાયું છે, જ્યારે હજુ પણ આ મકાનોમાંથી મોટાભાગના મકાનો ઊભા છે, જ્યાં લોકો પણ રહે છે. તેમને તાત્કાલિક મકાનો ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.

ત્રણેય ઝોનના રહેવાસીઓને આપવામાં આવી નોટિસ

ઇસ્ટ ઝોનમાં 746 જેટલી જર્જરિત બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર અર્થાત જૂના રાજકોટના વિસ્તારોમાં 590 જેટલી જર્જરિત ઇમારતો આવેલી છે. જે તેમામ ઇમારતોને નોટિસ આપી દેવામાં આવી છે. જ્યારે ન્યુ રાજકોટમાં સૌથી વધુ જર્જરિત ઇમારતો આવેલી છે. વેસ્ટ ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં 1130 જેટલી જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ સામાકાંઠા વિસ્તાર એટલે કે ઇસ્ટ ઝોનમાં 746 જેટલી જર્જરિત બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે.

15 જેટલા મકાનોનું ડીમોલેશન કરાયું

રાજકોટમાં ચોમાસા અગાઉ જર્જરિત મકાનો અંગે નોટિસ ફટકારાયા બાદ મનપા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, જેને લઈને રાજકોટ મનપાના સેન્ટ્રલ ઝોનના સીટી એન્જિનિયર કોટકે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનમાં આવતી જર્જરિત મકાનોમાં 15 જેટલા મકાનોનું ડીમોલેશન કર્યું છે. જ્યારે હજુ પણ આ કાર્યવાહી શરૂ છે. એવામાં આ મકાનોને લઈને કૉર્ટમાં મેટર ચાલતી હોઇ આવા મકાનોને લઈને કાર્યવાહી કરવી મુશ્કેલ બને છે.

વધુ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ કરી મંજૂર

વધુ વાંચો: રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં વધારો

ABOUT THE AUTHOR

...view details