ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં શિક્ષકોને કોરોના વોરિયર્સ ટ્રેનિંગ આપવામાં આવશે - રાજકોટ શાળાઓ

રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વર્ગો શરૂ થયા છે. ત્યારે આગામી દિવસોમાં ધોરણ- 9થી ધોરણ 11ના વર્ગો પણ શરૂ થવાના છે. આગામી દિવસોમાં ઓફલાઈન શાળાઓ શરૂ થઇ રહી છે. ત્યારે રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા હવે શિક્ષકોને કોરોના વોરિયર્સની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજકોટમાં શિક્ષકોને કોરોના વોરિયર્સ ટ્રેનિંગ આપવામાં આવશે
રાજકોટમાં શિક્ષકોને કોરોના વોરિયર્સ ટ્રેનિંગ આપવામાં આવશે

By

Published : Jul 24, 2021, 3:15 PM IST

  • રાજકોટમાં કોરોના વોરિયર્સ ટ્રેનિંગ આપવામાં આવશે
  • શાળા સંચાલકો દ્વારા શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કરાયુ
  • ઓફલાઈન શાળાઓ શરૂ થવાના પગલે નિર્ણય કરાયો

રાજકોટ: રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વર્ગો શરૂ થયા છે. ત્યારે આગામી દિવસોમાં ધોરણ- 9થી ધોરણ 11ના વર્ગો પણ શરૂ થવાના છે. જેને લઇને વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન શિક્ષણ લેવા માટે શાળાએ આવશે. ત્યારે આ વિદ્યાર્થીઓનું હિત કોરોના કાળમાં જળવાય તે માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તમામ શિક્ષકોને કોરોના વોરિયર્સની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ડોક્ટરો તેમજ મનોવૈજ્ઞાનિકની ટીમ દ્વારા આ શિક્ષકોને કોરોના દરમિયાન કયા પ્રકારની કાળજી રાખીને ભણાવી શકાય, તેમજ વિદ્યાર્થીઓને આ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે રહેવુ તે અંગેની તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

રાજકોટમાં શિક્ષકોને કોરોના વોરિયર્સ ટ્રેનિંગ આપવામાં આવશે

ડોક્ટર અને મનોવૈજ્ઞાનિકો આપશે તાલીમ

આગામી દિવસોમાં ઓફલાઈન શાળાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા હવે શિક્ષકોને કોરોના વોરિયર્સની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમને 23 જુલાઈ શુક્રવારે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને કોરોના વેકસીન અંગે જાગૃતિ આપવામાં આવશે. તેમજ કોરોનાની પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું અને કાર્ય કરવું, તેમજ વિદ્યાર્થીઓને શુ કરવું અને શું ન કરવું એ તમામ બાબતો અંગે માહિતગાર કરવા માટેની આપવામાં આવશે. આ તાલીમ IMAના ડોક્ટરો તેમજ મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવશે. આગામી એક મહિના સુધી આ કાર્યક્રમ યોજાનારો છે. જેમાં દર શુક્રવારે અને શનિવારે એમ અઠવાડિયે બે દિવસ સુધી આ ટ્રેનિંગ આપવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં માત્ર રાજકોટમાં જ તાલીમ

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિવિધ શાળાઓના શિક્ષકોને કોરોના વોરિયર્સની તાલીમ આપવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓ પણ શિક્ષકોને કોરોના અંગેની પરિસ્થિતિના વિવિધ પ્રશ્નો પૂછી શકે છે. કોરોના કાળમાં અભ્યાસ દરમિયાન કોઇ સમસ્યા ન સર્જાય તે માટે આ તાલીમ આપવામાં આવી રહી છે. જે હાલ પૂરતી માત્ર રાજકોટ શહેરમાં જ શરૂ કરવામાં આવી છે. જો આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લાભ થશે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આ પ્રકારે શિક્ષકોને વોરિયર્સની તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો:રાજ્યમાં ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, જાણો આ અંગે શું કહે છે રાજકોટના વાલીઓ

કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન વર્ચ્યુઅલ જોડાયા

રાજકોટ ખાતે આજે 23 જુલાઈ શુક્રવારથી વિવિધ શિક્ષકોને કોરોના વોરર્યસની તાલીમ ડોક્ટર તેમજ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ થાય તેવી તેમની આશા પણ વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં આ ટ્રેનિંગ સમગ્ર ગુજરાતમાં શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details