રાજકોટ: ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી સામુહિક દુષ્કર્મ ઘટનાની આગ સમગ્ર દેશમાં ફેલાઈ છે. ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે, ત્યારે રાજકોટમાં પણ તેના પડઘા સંભળાયા હતા. શહેરના સ્વયં સૈનિક દળના સભ્યોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.પીડિતાના પરિવારને ન્યાય મળે તે માટે પ્રાર્થના કરી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી હિંચકારી ઘટનાને પગલે રાજકોટમાં સ્વંય સૈનિક દળનો વિરોધ - હાથરસ સામુહિક દુષ્કર્મની ઘટના
ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી સામુહિક દુષ્કર્મ ઘટનાની આગ સમગ્ર દેશમાં ફેલાઈ છે. ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે, ત્યારે રાજકોટમાં પણ તેના પડધા સંભળાયા હતા. શહેરના સ્વયં સૈનિક દળના સભ્યોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.પીડિતાના પરિવારને ન્યાય મળે તે માટે પ્રાર્થના કરી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી હિંચકારી ઘટનાને પગલે રાજકોટમાં સ્વંય સૈનિક દળનો વિરોધ
હાથરસમાં દલિત યુવતી સાથે દુષ્કર્મ અને તેના મોતની ઘટનાથી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સોમવારે સ્વંય સૈનિક દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઘટનાને પગલે નારા લગાવી પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આરોપીઓને કડક સજા કરવામાં આવે તેમજ પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માગ કરી હતી.