રાજ્યમાં એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર પણ યથાવત જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં જૂનાગઢ જિલ્લાના બે દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.
સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, વધુ 2ના મોત - SAURASTRA
રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે રાજકોટ શહેરમાં જૂનાગઢ જિલ્લાના વધુ બે દર્દીઓના મોત થયા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બે દર્દીના મોત થતા તંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે.
સ્પોર્ટ ફોટો
જૂનાગઢના સૌંદરડા અને હડમતીયા ગામના બે વૃદ્ધનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા હાહાકાર મચી ગયો છે. જ્યારે ગત રોજ ત્રણ દર્દીના સ્વાઈન ફ્લૂના કારણે મોત નીપજ્યા હતાં. રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં 5 દર્દીના સ્વાઈન ફ્લૂના કારણે મોત થતા તંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે.
Last Updated : Feb 9, 2019, 3:20 PM IST