ગુજરાત

gujarat

ETV Bharat / city

Suspicious Death in Bus : ખાનગી બસમાં યુવકનો મૃતદેહ મળ્યો, બસના સીસીટીવી ખોલશે હત્યા કે આત્મહત્યાનો ભેદ ?

રાજકોટ શહેરની બી ડિવિઝન પોલીસ માટે આજે મોટો કેસ સામે આવ્યો હતો. ખાનગી બસમાં પ્રવાસ કરી રહેલા યુવકનો મૃતદેહ (Young man body found in a private bus) મળી આવતાં ડીસીપી સહિતના અધિકારી (Rajkot B Division Police) દોડી ગયાં હતાં. મૃતક યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન હોવાથી યુવકની હત્યા કે આત્મહત્યા તેની તપાસ બસમાં લાગેલા સીસીટીવીના આધારે (CCTV of the bus will open the Secret of murder or suicide) કરવામાં આવી રહી છે.

Suspicious Death in Bus : ખાનગી બસમાં યુવકનો મૃતદેહ મળ્યો, બસના સીસીટીવી ખોલશે હત્યા કે આત્મહત્યાનો ભેદ ?
Suspicious Death in Bus : ખાનગી બસમાં યુવકનો મૃતદેહ મળ્યો, બસના સીસીટીવી ખોલશે હત્યા કે આત્મહત્યાનો ભેદ ?

By

Published : Jul 25, 2022, 9:07 PM IST

રાજકોટ : રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બસમાં શંકાસ્પદ મોતના બનાવની જાણ થતા DCP, ACP કક્ષાના અધિકારીઓ તેમજ રાજકોટ બી ડિવિઝન પોલીસ અને SOG પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બસમાં લાગેલા સીસીટીવી આ મામલે મહત્ત્વનો પ્રકાશ પાડી શકે છે.

મૃતક યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન હોવાથી યુવકની હત્યા કે આત્મહત્યા તેની તપાસમાં લાગી પોલીસ

ખાનગી ટ્રાવેલ્સની બસમાં પુરુષનો મૃતદેહ મળ્યો- રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોક નજીક ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં એક પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક અંગે તપાસ હાથ ધરી હતી. આ બસ સુરતથી રાજકોટ તરફ આવતી હતી. એ દરમિયાન રાજકોટના ગ્રીન લેન્ડ ચોક નજીક ઉપરની સીટ પર બેસેલા પ્રવાસીએ નીચે ઉતરતી વખતે લોહી નિહાળતા બસના ડ્રાઈવર અને ક્લીનરને જાણ કરી હતી. જે બાદ F-3 માં સવાર મુસાફર મૃત હાલતમાં જોવા મળતા સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વેજલપુરના ફ્લેટના રસોડામાંથી ત્રિપુરાના યુવકનો શંકાસ્પદ રીતે મળ્યો મૃતદેહ

મૃતક જામનગરના ભોજાબેડીનો - પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બસ સુરતથી અમદાવાદ થઇ રાજકોટ તરફ આવતી હતી. જેમાં સીટ નંબર F-3 પરના પ્રવાસી જામનગરના ભોજાબેડી ગામના વતની મૃતક પ્રવીણ વાઘેલા ઉ.વ.34 નામનો વ્યક્તિ સવાર હોવાનું સામે આવ્યું છે.પ્રવીણ વાઘેલાના મોતને પગલે હવે પોલીસ દ્વારા અને બસમાં રહેલા CCTV ફૂટેજ તેમજ અન્ય જે જગ્યા પર બસ ઉભી રહી તે જગ્યા પરના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બસમાં સવાર મુસાફર, ડ્રાઇવર અને ક્લીનરના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ ગોંડલની નદીમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો

ગળાના ભાગે ઇજાના નિશાન -પ્રાથમિક દ્રષ્ટિએ યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા હત્યાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોડ બોલાવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બ્લેડ જેવા કોઇ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોય તેવી શંકા સેવવામાં આવી રહી છે. ત્યારે હાલ આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને રાજકોટ પોલીસે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details