- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ધોરણ - 10ના વિદ્યાર્થીઓ અંગેનો સર્વે
- માસ પ્રમોશનમાં માર્ક્સ ઓછા આવ્યા હોવાનું માને છે વિદ્યાર્થીઓ
રાજકોટ : પરીક્ષા આવે એટલે એવું જ લાગે કે પરીક્ષા વાલીઓની છે કે બાળકોની! કોરોના પહેલા જ્યારે ધોરણ 10ની પરીક્ષા આપવાની થતી. ત્યારે મોટાભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં રહેતાં ઘરમાં કોઈ એક દસમાં કે બારમાં ધોરણમાં ભણતા હોય એટલે ઘરના બધા તેને ચિંતામાં હોય ત્યારે થોડા સમય પહેલા જ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ જાહેર થયું, ત્યારે તેમણે જેટલા પર્સન્ટેજ આવવા જોઈતા હતા ખરેખર તેટલા આવ્યા છે કે કેમ, તેમના વાલીઓને તેમના રિઝલ્ટથી સંતોષ થયો છે કે, કેમ, ફરીથી પરિક્ષા આપવાની થાય તો આપવા માંગો છો કે કેમ, અને તે લોકોને માસ પ્રમોશનથી મળેલ રિઝલ્ટથી સંતોષ છે કે કેમ, તે અંગે મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 522 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલ પ્રશ્ન
- શું તમે ધોરણ 10ના પરિણામથી સંતુષ્ટ છો? જેમાં 40% એ હા અને 60% એ ના કહ્યું
- મહેનત કરતા ઓછા માર્ક્સ આવ્યા હોય એવું લાગે છે? જેમાં 64% એ હા અને 36%એ ના કહ્યું
- માસ પ્રમોશનના કારણે ભવિષ્યમાં તમને કોઈ નુકસાન થશે એવો ભય લાગે છે? જેમાં 62.3% એ હા અને 37.7% એ ના કહ્યું.
- તમારો મિત્ર તમારા કરતા ભણવામાં નબળો હોઈ અને એને વધુ માર્ક્સ આવ્યા એવું બન્યું છે? જેમાં 54.1% એ હા અને 45.9% એ ના કહ્યું.
- જે વિષયમાં વધુ માર્ક્સ આવવા જોઈએ એમાં ઓછા આવ્યા એવું બન્યું છે? જેમાં 57.4% એ હા અને 42.6% એ ના કહ્યું.
- ફરીથી પરીક્ષા આપવાની થાય તો તમે આપવા માંગો છો? જેમાં 63.9% એ હા અને 36.10% એ ના કહ્યું.
- માસ પ્રમોશનના કારણે તમારા ગમતા ફિલ્ડમાં તમે એડમીશન લઇ શકશો? જેમાં 62.3% એ હા અને 37.7% એ ના કહ્યું.
- માસ પ્રમોસનથી તમારા માતા-પિતાને તમારું જોઈતું પરિણામ મળ્યું હોય એવું લાગે છે? જેમાં 55% એ ના અને 45% એ હા કહ્યું.
- તમારી સ્કૂલમાં તમે પહેલા નંબર પર આવવા માંગતા હતા? જેમાં 67.2% એ હા અને 32.8% એ ના કહ્યું