ગુજરાત

gujarat

ETV Bharat / city

Survey OF Saurashtra University: ખોટું બોલવાની વિકૃતિ ધરાવનાર મિટોમેનિયાનો શિકાર

જાણો મનોવિજ્ઞાનની ભાષામાં વારંવાર ખોટુ બોલવાની વૃતિ ધરાવતા વ્યક્તિ કઈ બિમારીનો શિકાર બન્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra university) ના મનોવિજ્ઞાન ભવનના ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ.જોગસણ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ખોટુ બોલવાની ટેવ ધરાવતા વ્યક્તિને મિટોમેનિયાના લક્ષણો હોવાનું જાણવા મળ્યુ.

Survey OF Saurashtra University: ખોટું બોલવાની વિકૃતિ ધરાવનાર મિટોમેનિયાનો શિકાર
Survey OF Saurashtra University: ખોટું બોલવાની વિકૃતિ ધરાવનાર મિટોમેનિયાનો શિકાર

By

Published : Jul 23, 2021, 4:29 PM IST

  • જાણો શુ છે મિટોમેનિયા (માયટોમેનિયા)?
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે
  • કેવી વૃતિ જોવા મળે છે મિટોમેનિયા ધરાવનાર વ્યક્તિમાં

રાજકોટ: દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે ખોટું બોલવાનું વર્તન હોય છે. પોતાના અહમને સંતોષ માટે નાનું મોટું ખોટું મોટાભાગના લોકો બોલતા હોય છે. પરંતુ સતત ખોટું અને ખોટી વાતને વધુ શણગારી સાચી બતાવવાની વિકૃતિ પણ હોય છે. જેને મિટોમેનિયા (માયટોમેનિયા) તરીકે ઓળખવામાં આવે છે. અહીં વ્યક્તિ તર્ક લગાડી ખૂબ શાંતિથી બહુ મોટું ખોટું બોલી શકે છે. મિટોમેનિયાના લક્ષણો, તેની વિશેષતાઓનું વિશ્લેષણ ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ.જોગસણ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

  • કાઉન્સેલિંગ દરમિયાન આવેલા કેસો
  1. એક ભાઈ સતત ખોટી વાતો ઉપજાવી પોતાના સંતાનોને દરેક જગ્યાએ ખરાબ રીતે ચિત્રિત કર્યા છે. ત્યાં સુધી કે લોકોને કહી રાખેલું કે મારી મિલકત મારા છોકરાઓ ક્યાંક વેચી આવ્યા છે, જો કે હકીકતે એવું કંઈ જ નહોતું.
  2. એક 25 વર્ષનો યુવક પોતાની પત્નીના ચરિત્ર વિશે લોકોને બેફામ નિષેધક વાતો કરતો હતો. કારણ જાણતા ખબર પડી કે, યુવક પોતે ક્યાંય નોકરી ન કરતો અને પત્ની નોકરી કરી ગુજરાન ચલાવતીએ સહન નહોતું થતું
  3. એક ભાઈ જે પોતે પોતાની પત્નીથી છુપાવી ઘણી છોકરીઓ સાથે ડેટિંગ કરતા અને જ્યારે પત્નીને ખબર પડી તો બધા દોષનો ટોપલો તેના પર ઢોળ્યો કે હું કઈ નથી કરતો, તારા લીધે જ મારી આ હાલત છે.
  • શુ છે મિટોમેનિયા (માયટોમેનિયા)?

મિટોમેનીયા એક માનસિક વિકાર છે જેમાં વ્યક્તિ અનિવાર્યપણે એટલી હદે જૂઠું બોલે છે કે, તે પોતાની ખોટી વાતોને માનવામાં સક્ષમ હોય છે અને લોકોને મનાવે પણ છે. માઈટોમેનિયા એટલે જેમાં લોકો બીજાના ધ્યાનનું કેન્દ્ર બનવા, પોતાની ભૂલ છુપાવવા અને પ્રશંસા મેળવવા માટે સતત અને વારંવાર ખોટું બોલે છે.

આ લોકો વાસ્તવિકતાને ખોટી રીતે અને વિકૃત રીતે વ્યક્ત કરે છે, જોકે મોટાભાગના કિસ્સાઓમાં તેઓ જાણે છે કે, તેઓ જૂઠું બોલે છે, કેટલીકવાર તેઓ તેમની પોતાની ઉપજાવી કાઢેલી વાત પર વિશ્વાસ કરી બેસે છે અને તેમને વાસ્તવિક સમજે છે.

  • મિટોમેનિયાના લક્ષણો

વાસ્તવિકતાને વધારે પડતી રજૂ કરવી

કેટલીકવાર, કોઈ ખોટી વાર્તાની શોધની જગ્યાએ, મેનિયાક વાસ્તવિકતાને વિસ્તૃત અને વધારીને રજૂ કરે છે, તેમાં વધારે પડતું ઉમેરી વધુ રસપ્રદ અને આકર્ષક બનાવવા માટે તેને શબ્દો દ્વારા શણગારે છે. આ ઉપરાંત, આ લોકો તેમની વાર્તાઓ અતિશયોક્તિ સાથે રજૂ કરશે.

નિમ્ન આત્મગૌરવ અને આત્મવિશ્વાસ

જૂઠું બોલવાની જરૂરિયાત ઘણીવાર ઓછા આત્મગૌરવ અને કોઈની જિંદગીને સ્વીકારવાની અસમર્થતા અને જલનવૃત્તિને કારણે પણ ઉભી થાય છે. તેથી પોતાનો ખોટો વિચાર આહલાદક રીતે રજૂ કરે છે.

સતત તણાવ અનુભવવો

સતત ભયની અનુભૂતિ સતત તણાવ અનુભવનાર જૂઠું વધુ બોલે છે. તણાવનો સામનો ન કરવાની ક્ષમતા વ્યક્તિને જુઠ તરફ ધકેલી જાય છે.

પોતાના જુઠને સત્ય માનવાની માનસિકતા

આ પ્રકારનો મેનિયા ધરાવનારો વ્યક્તિ પોતાના જુઠને જ સત્ય માની લે છે અને એ જ રીતે સત્ય માની જીવે છે.

  • કોનામાં વધુ જોવા મળ્યા આ લક્ષણો?

મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલી કેસ સ્ટડીમાં થયેલા વિશ્લેષણ મુજબ મિટોમેનિયાના લક્ષણો મહિલાઓ કરતા વધારે પુરુષોમાં જોવા મળ્યા છે. આની પાછલ શક્ય કારણ એ પણ કહી શકાય કે, ભાઈઓ તર્કથી કોઈ નિર્ણય લેતા હોય છે જ્યારે સ્ત્રીઓ લાગણીમાં આવીને કોઈ નિર્ણય લેતી હોય છે. આથી મહિલા અને પુરુષોમાં ખોટું બોલવાની માત્રામાં ફેરફાર જોવા મળી શકે છે.

  • મિટોમેનિયાની વિશેષતાઓ

આવી વ્યક્તિની વાતો સામાન્ય રીતે વિચિત્ર હોય છે, બુદ્ધિની બધી હદો પાર કરી નાખે છે. ભ્રામક માન્યતાઓ અને ભ્રામક વાતોનો ખુબ ફેલાવો કરે છે અને વ્યૂહરચના ઘડે છે. જૂઠું બોલવાનું વલણ વ્યક્તિમાં વર્ષોથી પડેલું હોય છે. આ તાત્કાલિક પરિસ્થિતિ અથવા સામાજિક દબાણને કારણે નથી થતું, પરંતુ વ્યક્તિત્વની જન્મજાત ગુણવત્તાને કારણે હોય છે. પોતાની જાતને સાબિત કરવા તે કોઈપણ હદે જઈ શકે છે. મિટોમેનિયાની મુખ્ય લાક્ષણિકતા એ છે કે, આ પ્રકારનો મેનિયા ધરાવનારા વ્યક્તિના વર્ણનો હંમેશાં આકર્ષક અને કાલ્પનિક હોય છે. જો કે, તે જે વર્ણન કરે તે ક્યારેય શક્ય બનતા નથી પરંતુ તેની રજૂઆત ખૂબ લાગણીવાળી અને આકર્ષક હોય છે. તેથી તે વ્યક્તિ ખોટું બોલે છે, તે ઓળખવું ખરેખર મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો: શું તમને બિનજરૂરી વસ્તુ ચોરી કરવાની ટેવ છે...? જાણો કઈ બિમારીના બન્યા છો ભોગ

  • મિટોમેનિયાના કારણો

મગજમાં અમુક સ્ત્રાવોનું પ્રમાણ વ્યવસ્થિત ન હોવું જેમ કે ફ્રન્ટલ લોબમાં સફેદ સ્ત્રાવના અસમપ્રમાણને લીધે થઈ શકે છે. વ્યક્તિ જ્યારે પોતે તદ્દન ખોટી હોય પણ સમાજમાં સંબંધો ટકાવી રાખવા હોય ત્યારે તે હળાહળ ખોટું બોલતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details