ગુજરાત

gujarat

ETV Bharat / city

Survey OF Saurashtra University : આ લોકોને થાય છે કોરોનાની વધુ અસર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવને કોરોના વાઇરસ ( Coronavirus )ની અલગ અલગ લોકો પર જુદી જુદી અસરો અંગે મનોવૈજ્ઞાનિક અભ્યાસ ( Survey OF Saurashtra University ) કર્યો છે. આ સર્વેમાં કુલ 1170 લોકો સાથે વાતચીત અને રૂબરૂ મુલાકાત કરીને વ્યક્તિત્વ લક્ષણો જાણવામાં આવ્યા હતા. આથી, આ સર્વેમાં ટાઈપ 'A' વ્યક્તિત્વ ધરાવતા લોકોમાં કોરોના વધુ જોવા મળ્યો હતો.

Survey OF Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો લોકો પર કોરોનાની અસર અંગે સર્વે

By

Published : Jun 29, 2021, 5:20 PM IST

  • કોરોના અંગે 1170 કુલ લોકોના વ્યક્તિત્વ લક્ષણોનો સર્વે કરાયો
  • કોરોના થવામાં જાતિ, ઉંમર, ખોરાક તેમજ વર્તનભાત પણ મહત્વનું પરિબળ
  • ટાઈપ 'A' વ્યક્તિત્વ ધરાવતા લોકોમાં કોરોના વધુ જોવા મળ્યો

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે ( Survey OF Saurashtra University )હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં કોરોના વાઇરસ ( Coronavirus ) ની અલગ અલગ લોકો પર જુદી જુદી અસર થતી હોય છે, તેવું જાણવા મળ્યું છે. જેમા જાતિ, ઉંમર, ખોરાક તેમજ વર્તનભાત (વ્યક્તિત્વ પ્રકાર ) પણ મહત્વનું પરિબળ રહ્યું છે, ત્યારે ટાઈપ 'A' અને ટાઈપ 'B' વર્તનભાત (વ્યક્તિત્વ પ્રકાર)માં સૌથી વધુ કોરોના કોને થયો હતો. તે જાણવા માટે 1170 કુલ લોકો સાથેની વાતચીત અને રૂબરૂ મુલાકાતના આધારે તેમના વ્યક્તિત્વ લક્ષણો જાણવામાં આવ્યા હતા. આથી માલૂમ પડ્યું હતું કે, ટાઈપ 'A' વ્યક્તિત્વ ધરાવતા લોકોમાં કોરોના વધુ જોવા મળ્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો લોકો પર કોરોનાની અસર અંગે સર્વે

મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલો સર્વે

  • શું તમે કોઈની વાતમાં જલ્દીથી આવી જાવ છો ?

હા - 68 ટકા

ના - 22 ટકા

ક્યારેક - 10 ટકા

  • તમે ઉદાસીન રહો છો ?

હા - 56 ટકા

ના - 27 ટકા

ક્યારેક - 17 ટકા

  • શું તમે કોઈને વિજેતા જોઈને ચિંતા અનુભવો છો ?

હા - 78 ટકા

ના - 22 ટકા

  • કોઈ ખરાબ સમાચાર સાંભળીને ઉદાસી કે ચિંતા અનુભવો છો ?

હા - 54 ટકા

ના - 26 ટકા

ક્યારેક - 20 ટકા

  • શું તમે કોઈ જગ્યાએ જવાનું હોય ત્યારે સમયસર પહોંચવાનું પસંદ કરો છો ?

હા - 45 ટકા

ના - 55 ટકા

  • જીવનની દરેક સમસ્યાઓ ગમતી વ્યક્તિને ખુલ્લા મનથી કહી શકો છો ?

હા - 67 ટકા

ના - 33 ટકા

  • તમે અજાણ્યા વ્યક્તિ સાથે જલ્દી સમાયોજન સાધી શકો છો ?

હા - 42 ટકા

ના - 58 ટકા

  • શું તમે કોઈને દુઃખી જોઈને દુઃખ અનુભવો છો કે પછી કોઈ ફર્ક પડતો નથી ?

હા - 42 ટકા

ના - 58 ટકા

  • તમારા ભાઈ-બહેન કે મિત્રની સાથે સ્પર્ધા કરવી ગમે છે ?

હા - 79 ટકા

ના - 21 ટકા

  • કેટલીક બાબતોમાં નિર્ણય ન કરી શકતાં હોય એવું ક્યારેય લાગે છે ?

હા - 57 ટકા

ના - 43 ટકા

  • અણગમતી વ્યક્તિ સામેથી આવતી હોય તો તમે રસ્તો બદલી નાંખો છો ?

હા - 59 ટકા

ના - 28 ટકા

ક્યારેક - 13 ટકા

  • કોઈને કોરોના થયાના સમાચાર સાંભળીને ભયનો અહેસાસ થતો હતો ?

હા - 88 ટકા

ના - 12 ટકા

  • અચાનક આવી પડતી મુશ્કેલીમાં ધૈર્ય ગુમાવી બેસો છો ?

હા - 69 ટકા

ના - 20 ટકા

ક્યારેક - 11 ટકા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો લોકો પર કોરોનાની અસર અંગે સર્વે

ટાઇપ 'A' વ્યક્તિત્વ ધરાવતા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ

ટાઇપ 'A' વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ અન્ય વ્યક્તિ, પદાર્થો કે પ્રસંગોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. લોકો સાથે હળવા મળવાનું તેઓ ટાળે છે. તેઓ વિચારશીલ અને સ્વકેન્દ્રી હોય છે. તેઓના નિર્ણયો અને વર્તનો બાહ્ય ઉદ્દીપકોની વસ્તુલક્ષી છાપને આધારે નહીં, પરંતુ બાહ્ય ઉદ્દીપકોના પોતે કરેલાં અર્થઘટનો કે પ્રત્યક્ષીકરણોને આધારે નક્કી થાય છે. આ ઉપરાંત, તેઓના નિર્ણયો વ્યક્તિલક્ષી અનુભવ કે અંતરાત્માના અવાજ પર આધારિત હોય છે. તેમજ તેઓ વધારે પડતું સ્પર્ધાત્મક વલણ ધરાવતા હોય છે. તેઓ ગુસ્સે ઝડપથી થાય છે અને અણગમતી વ્યક્તિ સામે આવી જતા તે અસલામતી અનુભવતાં હોય છે. વર્તનનું આ પ્રકારનું વલણ એકધારું, સતત અને ટેવરૂપ હોય છે.

માનવી સંપૂર્ણપણે ટાઈપ 'A' કે ટાઈપ 'B' વ્યક્તિત્વ ધરાવતો હોતો નથી

આમ છતાં કોઈ પણ માનવી સંપૂર્ણપણે ટાઈપ 'A' કે ટાઈપ 'B' વ્યક્તિત્વ ધરાવતો હોતો નથી, પરંતુ ઉભયમુખી હોય છે. દરેક વ્યક્તિમાં બન્ને પ્રકારનાં વલણો હોય છે. પહેલું પ્રગટ અને સભાન હોય છે જ્યારે બીજું અપ્રગટ અને અભાન હોય છે. પ્રગટ રીતે ટાઇપ 'B' વલણ ધરાવનાર માનવીના ‘વ્યક્તિગત અચેતન’માં ટાઈપ 'A' વલણના અંશો અને પ્રગટ રીતે ટાઈપ 'A' વ્યક્તિત્વ ધરાવનારના અચેતન મનમાં ટાઈપ 'B'ના અંશો પડેલા હોય છે, જે વર્તનમાં વચ્ચે વચ્ચે પ્રગટ થઈ જતા હોય છે.

શું આ તમે જાણો છો?

ABOUT THE AUTHOR

...view details