ગુજરાત

gujarat

ETV Bharat / city

મહારાષ્ટ્રના સર્જિકલ રેસિડેન્ટ ડો. નીલાંજના ઘોષ કોરોનાને હરાવી રાજકોટમાં પુનઃ સેવામાં હાજર - પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ

કોરોના સંક્રમિતોની સારવાર કરતા ડોકટર્સ પોતે જયારે કોરોનાનો ભોગ બને ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે, અને તેમાંથી કેવી રીતે હિંમત હાર્યા વગર સારવાર લઈને પુનઃ સેવામાં હાજર થઇ જવાય છે, તે રાજકોટની મેડિકલ કોલેજના ડો. નીલાંજના ઘોષે સાબિત કરી દીધું છે.

મહારાષ્ટ્રના સર્જિકલ રેસિડેન્ટ ડો. નીલાંજના ઘોષ કોરોનાને હરાવી રાજકોટમાં પુનઃ સેવામાં હાજર
મહારાષ્ટ્રના સર્જિકલ રેસિડેન્ટ ડો. નીલાંજના ઘોષ કોરોનાને હરાવી રાજકોટમાં પુનઃ સેવામાં હાજર

By

Published : Nov 26, 2020, 9:54 PM IST

  • મહારાષ્ટ્રના ડોક્ટરે કોરોનાને હરાવ્યો
  • ડોક્ટર રાજકોટમાં પુનઃસેવામાં જોડાયા
  • સારવાર દરમિયાન થયો હતો કોરોના
  • ડોક્ટરને સપ્ટેમ્બરમાં લાગ્યો હતો કોરોનાનો ચેપ

રાજકોટઃ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ ખાતે સર્જિકલ રેસિડેન્ટ ડોક્ટરની ફરજ નિભાવતા મૂળ મહારાષ્ટ્રના વતની એવા ડો. નીલાંજના ઘોષને સપ્ટેમ્બરમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા હોવાથી પૂરતી સાવચેતી રાખવા છતાં પોતાને કોરોના થયો હોવાનું નિદાન ડો. ઘોષ માટે થોડું ચિંતાજનક તો હતું જ, પરંતું હિંમત હાર્યા વગર તેમણે સરકારી હોસ્પિટલમાં જ 15 દિવસ દાખલ થઈને કોરોનાની સારવાર લીધી અને હેમખેમ રીતે કોરોનાને પછડાટ આપી. ઘરના સભ્યોની નોકરીમાંથી રજા લઈ આરામ કરવાની આત્મિયતાભરી સલાહને અવગણીને પણ ડો. ઘોષે કોરોનામુક્તિ બાદ સત્વરે અન્ય કોરોના સંક્રમિતોની સારવારમાં જોડાઈ જવાનું જ પસંદ કર્યું હતું. કોરોનામુકત થવામાં તેમના સાથી ડોકટર્સ પ્રત્યે પણ ડો. નીલાંજનાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કોરોના ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખો
કોરોનાથી ડરેલા સમાજના સભ્યોને ડો.ઘોષ કોરોના ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરતાં જણાવે છે કે, માસ્ક, સેનિટાઈઝેશન અને સામાજિક અંતર જાળવવા જેવા સામાન્ય પગલાંઓનું પાલન કરવાથી કોરોનાથી બચી શકાય છે. ડો. નીલાંજના ઘોષનીનો કિસ્સો આપણને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં હિંમત ન હારવાનું દ્રઢ મનોબળ પૂરૂં પાડે છે. અને એ વાતને સાર્થક સાબિત કરી કે ગિરકર ઊઠે, ઉઠકર ચલે, ચલકર દૌડે.

ABOUT THE AUTHOR

...view details