ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટઃ સિવિલના કોરોના વોર્ડમાં મહિલા એટેન્ડન્ટની છેડતી કરનાર સુપરવાઈઝર ઝડપાયો - Supervisor caught teasing female attendant in Corona ward in Civil

કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે છેડતીની ઘટના વારંવાર સામે આવી રહી છે. ત્યારે રાજકોટના સિવિલના કોરોના વોર્ડમાં મહિલા એટેન્ડન્ટની છેડતી સુપરવાઇઝરે કરી હતી. આ એટેન્ડન્ટની છેડતી કરનાર સુપરવાઇઝર ઝડપાઇ ગયો છે.

સિવિલના કોરોના વોર્ડમાં મહિલા એટેન્ડન્ટની છેડતી કરનાર સુપરવાઈઝર ઝડપાયો
સિવિલના કોરોના વોર્ડમાં મહિલા એટેન્ડન્ટની છેડતી કરનાર સુપરવાઈઝર ઝડપાયો

By

Published : May 29, 2021, 8:26 AM IST

  • સિવિલ હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં શરમજનક બનાવ સામે આવ્યો
  • પોલીસે આરોપી સુપરવાઈઝરને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી
  • સુપરવાઈઝરે અગાઉ પણ અનેક યુવતિઓ સાથે આ પ્રકારે છેડતી કરી છે

રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં શરમજનક બનાવ સામે આવ્યો છે. જેમાં સુપરવાઈઝરે નાઈટ ડ્યુટી દરમિયાન 'તું બહાર આવ, તારું તો ખાસ ધ્યાન રાખવાનું છે' કહીને એક મહિલા એટેન્ડન્ટ સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જો કે, આ મામલે મહિલા એટેન્ડન્ટ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી સુપરવાઈઝરને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃગોધરાના પોલીસકર્મીએ કોરોનાગ્રસ્ત પત્નિની સાથી મહિલા શિક્ષિકાની છેડતી કરી

સેનેટરી ઇન્સ્પેક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, આ સુપરવાઈઝરે અગાઉ પણ અનેક યુવતિઓ સાથે આ પ્રકારની છેડતી કરી છે. પરંતુ બદનામીના ડરે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસના જણાવ્યા મુજબ, રાકેશ માકડીયા નામના સેનેટરી ઇન્સ્પેક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃવડોદરામાં યુવતીઓની છેડતી કરતા રોમિયો મહિલા પોલીસના સકંજામાં

પોલીસે પૂછપરછ શરૂ કરી છે

યુવતી દ્વારા કરાયેલા આક્ષેપો સાચા છે કે કેમ ? આરોપી રાકેશ માકડીયાએ અન્ય યુવતિઓ સાથે આ પ્રકારનું અભદ્ર વર્તન કર્યું છે, કે કેમ સહિતની બાબતો અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details