ગુજરાત

gujarat

ETV Bharat / city

Suicide Case in Rajkot : પતિનો ફોટો લઈને બાળકો સાથે મહિલા પહોંચી કમિશ્નર ઓફિસ - Suicide Due Usurers in Rajkot

રાજકોટમાં વ્યાજખોરના કારણે ફ્રુટના ધંધાર્થી આત્મહત્યા (Suicide case in Rajkot) કરતા ચકચાર મચી છે. તેને લઈને મૃતકના પત્નીએ પોલીસ ફરીયાદ (Crime Case in Rajkot) કરી હતી. પરંતુ હજુ કેટલાક શખ્સો બહાર ફરતા હતા તેથી મૃતકનાં પત્ની માસૂમ બાળકો સાથે પોલીસ કમિશનર સમક્ષ ન્યાય અપાવવાની માંગ (Users in Rajkot) કરતા જોવા મળ્યા હતા. શું હતો સમગ્ર મામલો જૂઓ..

Suicide Case in Rajkot : ન્યાય માટે પત્ની માસૂમ બાળકો સાથે પોલીસ કમિશનર સમક્ષ કરી આજીજી
Suicide Case in Rajkot : ન્યાય માટે પત્ની માસૂમ બાળકો સાથે પોલીસ કમિશનર સમક્ષ કરી આજીજી

By

Published : Jun 14, 2022, 10:13 AM IST

રાજકોટ : રાજકોટ શહેરના આજીડેમ ચોક રહેતા અને ફ્રુટના ધંધાર્થી મનોજ વૈઠાએ 16 દિવસ પહેલા ઝેર પીને આત્મહત્યા કરી લીધાની એક ઘટના સામે આવી હતી. આ બનાવમાં તેને મરી જવા માટે મજબૂર કરનારા અને વ્‍યાજખોરી આચરનારા 4 શખ્‍સો વિરૂધ્‍ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે, 16 દિવસ વિતવા છતાં પણ આરોપીઓની ધરપકડ ન થતા આત્મહત્યા કરનાર મૃતકની પત્ની તેના પતિના ફોટા તેમજ બે માસૂમ બાળકો સાથે આરોપીઓને પકડીને તેમને ન્યાય અપાવવાની માંગ સાથે રાજકોટ પોલીસ (Crime Case in Rajkot) કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ન્યાય માટે પત્ની માસૂમ બાળકો સાથે પોલીસ કમિશનર સમક્ષ કરી આજીજી

શું હતો મામલો - ધંધા માટે વ્‍યાજે નાણા લેનારા સોની યુવાનને ચાર શખ્‍સોએ 20 ટકા, 15 ટકા જેવા વ્‍યાજે નાણા આપ્‍યા હતાં. સતત વ્‍યાજ વસુલી છેલ્લે 28 મીએ ધમકી આપી ધોલધપાટ કરવામાં આવતાં તેમજ મારી નાંખવાની ધમકી અપાતા ગભરાઇ જઇ યુવકે આત્મહત્યા (Suicide Case in Rajkot) કરી લીધી હતી. ફ્રૂટના વેપારીને આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર વ્યાજખોરો સામે પોલીસ કોઇ કાર્યવાહી ન કરતા મૃતકની પત્ની કાજલ વૈઠા તેમના બે માસૂમ બાળકો અને પતિના ફોટા સાથે રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની માંગ કરવા પહોંચ્યા હતા. આ બાબતે મૃતકનાં પત્ની અને ફરિયાદી કાજલ વૈઠાએ જણાવ્યું હતું કે, તેમના પતિના મૃત્યુને 16 દિવસ થયા છતાં હજુ સુધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી.

ન્યાય માટે પરિવાર રસ્તા પર - આ બાબતે મૃતકના પત્નીએ આરોપીઓને પકડી તેમને તથા મારા બાળકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે મૃતકના ભાઈએ એવું પણ જણાવ્યું હતું કે, ગત શનિવારે કોઈ અજાણ્યા શખ્સોએ પાછળથી આવીને થપ્પડ મારી ગાળો આપી હતી. હવે રાજકોટ શહેર મૂકવું પડશે તેવી ધમકી આપી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે આત્મહત્યા કરનાર મનોજ વૈઠાના પત્‍નિ કાજલ વૈઠાએ ફરિયાદ પરથી રાજુ બચુ બોરીયા, બચુ બોરીયા, ભાણા આહિર અને સુરેશ ભરવાડ વિરૂધ્‍ધ મનલેન્‍ડ એક્‍ટ, મરી જવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી વ્યાજખોર પિતા-પુત્ર રાજુ બોરીચા અને બચ્ચું બોરીચાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હજુ બે આરોપી ફરાર છે તેને પકડી પાડી પરિવારને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :વિશ્વામિત્રી નદીમાં મગરો વચ્ચે મળ્યો મૃતદેહ, તર્કવિતર્કો વચ્ચે તપાસ શરુ

અલગ અલગ જગ્યાએ વ્યાજ - કાજલ વૈઠા ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેમના પતિ મનોજ વૈઠા ફ્રુટનો ધંધો કરતાં હતાં. જેમાં તેણે ધંધાના કામ માટે રાજુ બોરીયા પાસેથી 40 હજાર 20 ટકા વ્‍યાજે લીધા હતાં. તેનું દર મહિને 8 હજાર વ્‍યાજ ચુકવતાં હતાં. વધુ પૈસાની જરૂર પડતાં બચુ બોરીયા પાસેથી 2 લાખ લીધા હતા. જેમાં તેનું દરરોજ 3 હજાર વ્‍યાજ ભરતાં હતાં. આ ઉપરાંત ભાણા આહિર પાસેથી 44 હજાર 15 ટકા વ્‍યાજે લીધા હતાં. તેમાં પણ તેને પણ (Demand Before Police Justice in Rajkot) નિયમીત વ્‍યાજ ચુકવતાં હતાં.

ધંધો ચાલતો ન હતો - આ વ્‍યાજના ચક્કરમાં ફસાતાં ફરિયાદીના પતિ ચિંતામાં રહેતાં હતાં અને ક્‍યારેક વ્‍યાજ (Suicide Due Usurers in Rajkot) ચુકવવામાં મોડું થાય તો આ શખ્‍સો ઘરે આવી તેમના પતિને ગાળો દઇ પેનલ્‍ટી વસુલતાં હતાં તેવું આ મહિલાએ જણાવ્યું છે. હાલમાં કેટલાક દિવસથી તેમના પતિનો ધંધો ચાલતો ન હોઇ જેથી આ શખ્‍સો વારંવાર તેમના પતિને વ્‍યાજ માટે અને મુદ્દલ માટે ધમકાવી તાત્‍કાલીક પૈસા નહિ આપે તો મારી નાખશે તેવી ધમકી આપતાં હતાં.

આ પણ વાંચો :Surat Suicide Case : સુરતમાં વેપારીએ આત્મહત્યા કરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો

મૃતક સાથે ધોલધપાટ - મહિલાના પતિ પર વ્‍યાજની ઉઘરાણીનું ખુબ દબાણ હોવાથી ફરિયાદીના જેઠ દિનેશભાઇ, સાસુ ભાનુબેન સીહતના આ શખ્‍સો પાસે જઇને તેમને સમજાવતાં હતાં અને આર્થિક સ્‍થિતિ નબળીને વ્‍યાજ ઓછુ કરવા વિનંતી કરતાં હતાં. મનોજ કટકે-કટકે પૈસા ચૂકવી દેશે તેવી વાત કરતાં હતાં. પરંતુ, આ લોકો કોઈ વાત સમજવા તૈયાર ન હતા, ત્યારે આ બાબતે છેલ્લા 28 મે ના રોજ તેમના પતિ મનોજને સુરેશ ભરવાડનો ફોન આવ્‍યો હતો અને માંડાડુંગરની શાક માર્કેટ ખાતે બોલાવતાં મારા પતિ, મારા સાસુ અને જેઠ ત્‍યાં ગયા હતાં. જેમાં થોડીવાર બાદ ઘરે આવી વાત કરી હતી કે સુરેશ પૈસા માટે ખુબ દબાણ કરે છે અને મનોજનો કાંઠલો પકડી ધોલધપાટ કરી લીધી છે.

અંતે દવા પીધી - આ રીતે બીજા ત્રણ શખ્‍સો પણ વ્‍યાજ માટે મહિલાના પતિને હેરાન કરી ઘરે આવી ઉઘરાણી કરી ધોલધપાટ કરી ધમકી આપતા આપતા હોવાનું બહાર આવ્યું છે. જેથી આ બધાથી કંટાળીને ફરિયાદીના પતિએ 30 મી એ સાંજે ઝેરી દવા પી લીધી હતી. તે બહારથી ઘરે આવી ઉલ્‍ટી કરતાં હતા જેથી તેમને શું થયું ? પુછતાં તેણે દવા પી લીધાનું કહેતાં હોસ્‍પિટલે લઇ ગયા હતાં. જ્‍યાં 31 મી એ રાતે તેમનું મૃત્યું થયું હતું. ત્યારે આ બાબતે મૃતકના પત્નીએ આરોપીઓને પકડી તેમને તથા મારા (Users in Rajkot) બાળકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details