- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પૂર્વે છાત્રોનું વેક્સિનેશન કરાવવા માટે કરાઇ રજૂઆત
- શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડૉ. નિદત્ત બારોટે કુલપતિને પત્ર રજૂઆત કરી
- મુખ્યપ્રધાન રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાને કરી રજૂઆત
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં સેમેસ્ટર-6 સ્નાતક અને સેમેસ્ટર-4 અનુસ્નાતક કક્ષાની પરીક્ષા પૂર્વે છાત્રોનું વેક્સિનેશન કરાવવા માટે શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડૉ. નિદત્ત બારોટે કુલપતિને પત્ર લખીને રજૂઆત કરી છે. ડૉ. નિદત્ત બારોટે પત્રમાં જણાવ્યું છે કે, પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને કોરોના ન થાય તે માટે કોરોના વેક્સિન સમયસર મેળવી લે તે જરૂરી છે.
આ પણ વાંચો -સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની આગામી 20 જૂનથી પરીક્ષા યોજાશે