ગુજરાત

gujarat

ETV Bharat / city

State Monitoring Cell Raids in Rajkot : બૂટલેગરના થડે દરોડો પાડી દારૂની ભઠ્ઠી ઝડપી રાજકોટ પોલીસનું નાક કાપતું સ્ટેટ મોનિટરિંગ સેલ - Rajkot police controversy

રાજકોટ પોલીસનું નાક ફરી વઢાયું છે. પોતાની કામગીરીને (Rajkot police controversy ) લઇને ભારે વિવાદમાં રહેતી રાજકોટ પોલીસને કોરાણે મૂકી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે (State Monitoring Cell Raids in Rajkot) શહેરના કુખ્યાત બૂટલેગર (Bootlegger of Rajkot city)પર તવાઇ બોલાવી છે.

State Monitoring Cell Raids in Rajkot : રાજકોટ પોલીસનું નાક કાપતું સ્ટેટ મોનિટરિંગ સેલ, બૂટલેગરના થડે દરોડો પાડી દારૂની ભઠ્ઠી ઝડપી
State Monitoring Cell Raids in Rajkot : રાજકોટ પોલીસનું નાક કાપતું સ્ટેટ મોનિટરિંગ સેલ, બૂટલેગરના થડે દરોડો પાડી દારૂની ભઠ્ઠી ઝડપી

By

Published : Apr 27, 2022, 5:49 PM IST

રાજકોટ : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સતત શહેર પોલીસનું નાક (Rajkot police controversy )કાપી રહી છે. 48 કલાક પહેલાં જ આ ટીમ દ્વારા ભાવનગર રોડ પરથી વર્લીનો જુગાર રમતા 16 શખ્સને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ થોરાળા પોલીસનું નાક કાપવામાં આવ્યું હતું. ત્યારે ગત રાત્રે ગોકુલધામ આવાસ યોજનામાં દારૂનો વેપલો કરતા નામચીન બૂટલેગરને (Bootlegger of Rajkot city)ત્યાં દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લેવામાં આવી છે. ત્રણ દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની (State Monitoring Cell Raids in Rajkot) બીજી રેઇડને લઈને શહેર પોલીસ ફરી એકવાર શરમમાં મુકાઈ છે.

ગોકુલધામ આવાસ યોજનામાં દારૂનો વેપલો કરતા નામચીન બૂટલેગરને ત્યાં દરોડા

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી- જાણવા મળતી વિગત મુજબ, માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલધામમાં આવેલા ક્વાર્ટર્સમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની ચોક્કસ માહિતી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ (State Monitoring Cell Raids in Rajkot) ત્રાટકી હતી. નામચીન બૂટલેગર કવિની ભઠ્ઠી પર દરોડો પડતાં નાસભાગ મચી ગઇ હતી. વિજિલન્સની ટીમે સ્થળ પરથી બે હજાર લિટરથી વધુ આથો અને દેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

સ્થાનિક પોલીસમાં સોપો પડી ગયો - નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ અગાઉ વિદેશી દારૂનો વેપલો કરતો હતો, પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હતી. જેમાં ખજૂર સહિતના ફ્રૂટનો દારૂ બનાવી તેનું વેચાણ કરતો હતો. વિજિલન્સના (State Monitoring Cell Raids in Rajkot) દરોડાથી સ્થાનિક પોલીસ કર્મચારીઓમાં સોપો પડી ગયો છે.

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case Report : DGP ભાટિયાને સોંપાયો ગુપ્ત રીપોર્ટ

ફરિયાદથી બચવા બૂટલેગરનો કીમિયો- પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, હાર્દિક ઉર્ફે કવિ ગોકુલધામ આવાસના ક્વાર્ટર્સમાં રહે છે અને તેના મકાનની પાછળ બે ક્વાર્ટર્સમાં દારૂની ભઠ્ઠી ચલાવતો હતો. પોલીસથી બચવા તેમજ દારૂનો મોટો જથ્થો હાથ આવે નહીં તે માટે હાર્દિક જેટલી ખપત હોય તેટલો જ દારૂનો જથ્થો રાખતો હતો. જો કે ફ્રૂટનો દારૂ બનાવવાની પ્રક્રિયા લાંબી હોઇ તેની પાસે આથાનો મોટો જથ્થો રહેતો હતો. કવિ સ્થાનિક લોકો ફરિયાદ કરે નહીં તે માટે અઠવાડિયામાં બે વખત બાળકો માટે બટુક ભોજન રાખતો હતો.

આ પણ વાંચોઃ Rajkot police in controversy: પોલીસ કસ્ટડીમાં યુવક સાથે ગેરવર્તણૂક થયાનો આક્ષેપ, રાજકોટ પોલીસ ફરી વિવાદમાં

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ વિજિલન્સની ટીમે (State Monitoring Cell Raids in Rajkot) રવિવારે રાત્રે ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી વર્લીનો જુગાર રમી રહેલા 16 શખ્સને રૂ.3.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.જેમાં નાસી છૂટેલા જુગારીઓ હજુ હાથ આવ્યા નથી ત્યાં વિજિલન્સે બીજો દરોડો પાડતા રાજકોટ પોલીસ વધુ બદનામ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details